ધાનેરાના જીવાણા ગામના વિચરતી જાતિના પરિવારો સરકારી તંત્રને આંખમાં ખટક્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

ધાનેરાના જીવાણા ગામમાં વિચરતી જાતિના ૧૫ જેટલા પરિવારો છેલ્લા ૧૫ વર્ષથી રાયડા અને બાજરીના પાકની મજૂરી માટે આવતા હોય છે. ગામની નજીકની ખાલી જમીનમાં છાપરા બનાવી આ પરિવારોના ૪૫ નાના મોટા સભ્યો વસવાટ કરે છે. પરંતુ સરકારી તંત્રને આ વાદી પરિવારો અડચણ રૂપ બની રહ્યા છે. ગામના સરપંચને વાદી સમાજના ઝુંપડા દૂર કરવા માટે સૂચના અપાઈ રહી છે. જાેકે, ગરીબ પરિવાર પર અમાનવી વર્તન થતું હોઇ તેની સામે સરપંચે નારાજગી બતાવી છે. જીવાણા ગામ સહિત આસપાસના ગામોમાં દિવસ દરમિયાન મજૂરી કરી થોડાક પૈસાની બચત કરી વાદી સમાજના પરિવારો પરત પોતાના વતન તરફ જતા હોય છે. જાે કે આ વખતે કોરોના વાઇરસનું કારણ આગળ ધરી સરકારી તંત્ર ગરીબ પરિવારોને તેમના વતને જવા માટે દબાણ કરતા સરપંચે તેનો વિરોધ કર્યો છે.આ અંગે જીવાણા ગામના સરપંચ તલસાભાઈ પટેલે જણાવેલ કે, આ વાદી પરિવારો આજકાલથી નહિ પણ છેલ્લા ૧૦ વર્ષ થી મજૂરી માટે આવી રહ્યા છે. વાદી સમાજના લોકો અગાઉ મોરલી વગાડી ભિક્ષા માંગીને જીવન વ્યતીત કરતા હતા. જાેકે એ વ્યવસાય હવે બંધ કરી કાળી મજૂરી કરી પરિવારની મહિલા પુરુષો પોતાના બાળકો અને ઘરડા મતા પિતાનું પેટ ભરી રહયા છે. આવા ગરીબ પરિવારો સરકારી તંત્રને ખટકી રહ્યા છે.આ મામલે તાલુકા અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ એ તપાસ કરવાની જરૂર છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.