
લાખણીની ધૂણસોલ ચોકડીથી ગેળા સુધી નવો બનાવેલ રોડ ઠેરઠેર તૂટી ગયો
લાખણી તાલુકાની ધુણસોલ ચોકડીથી ગેળા સુધી બનાવવામાં આવેલ ડામર રોડની કામગીરીમાં વ્યાપક ગેરરીતિઓ આચરાઈ હોવાની બુમરાડો ઉઠવા પામી છે. ધુણસોલ ચોકડીથી યાત્રા ધામગેળા સુધી અંદાજિત ચૌદ કિલ્લોમીટર બે માર્ગીય પાકો ડામર રોડ બનાવવાની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.જેના ભાગરૂપે થરાદ માર્ગ મકાન વિભાગની જવાબદારી હેઠળ રોડની કામગીરી કરવામાં આવી છે જેમાં ધુણસોલ અને કોટડા વચ્ચે ભાકડીયાલ ચોકડી નજીક રોડના પોપડા ઉખડી જતાં કામગીરી સામે સવાલો ઉભા થયા છે થોડા દિવસ પહેલા બનેલા રોડના પોપડા અને કપચીઓ ઉખડી જતા કોન્ટ્રાકટર દ્વારા તૂટી ગયેલા રોડ ઉપર ફરીથી ડામર નાખી હલકી ગુણવત્તા વાળી કામગીરી છુપાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હોવાનું સ્થાનિકો લોકોમાં ચર્ચાઈ રહ્યું છે તો આ બાબતે ઉચ્ચ કક્ષાએથી તટસ્થ તપાસ કરવામાં આવે તો નવા બનેલા રોડના પોપડા ઉખડવાનું કારણ બહાર આવવા સાથે આચરાયેલ ગેરરીતિઓ બહાર આવી શકે તેમ છે. તેથી ઉચ્ચ અધિકારીઓ દ્વારા તટસ્થ તપાસ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવે એવી લોક માંગ ઉઠી છે. (ફોટો ા દેવજી રાજપૂત,પ્રતાપ પરમાર)