વહેલી પરોઢે યુવકનું મોત થતા ઘૂંટાતું રહસ્ય લોક મુખે ચર્ચાતો સવાલ અકસ્માત કે પછી હત્યા?

બનાસકાંઠા
બનાસકાંઠા

પાંચ દિવસ પૂર્વે બનેલ દર્દનાક  ઘટના માં સ્થનિક પોલીસ તપાસ કરે તેવી લોકમાંગ: વડગામ તાલુકાના છાપી નજીક વહેલી પરોઢે એક ઇસમના મોત ને લઈ અનેક સવાલ ઉઠવા પામ્યા છે. પાંચ દિવસ પૂર્વે થયેલ દર્દનાક મોત ની તટસ્થ તપાસ થાય અને આ સમગ્ર ઘટના નો ભેદ ઉમેલાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ  છાપી નજીક પાંચ દિવસ પૂર્વે એક ગામની સીમમાં વહેલી પરોઢે એક ઈસમો નો મૃતદેહ રોડ ની સાઈડ માંથી મળ્યો હતો. મૃતુકના ચહેરા ઉપર તેમજ માથા માં ગંભીર ઇજાઓ થયા નું સામે આવ્યું હતું. જ્યારે પરિજનો અકસ્માત થયા નું જાહેર કર્યું હતું. જો અકસ્માત થયો હોય તો હજુ સુધી પરીજનો એ કેમ પોલીસ ને જાણ નથી કરી તેવો પણ સવાલ સામે આવ્યો છે.પરિવારે મૃતુક ના દેહ ને  તાત્કાલિક દફનવિધિ કરી લેતા  અનેક સવાલ  ઉઠવા પામ્યા છે. જોકે  સૂત્રો દ્રારા મળતી હકીકત મુજબ યુવક ની હત્યા થયા નું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

આ બાબતે સ્થાનિક તેમજ એલસીબી પોલીસ સઘન તપાસ કરી યુવક નું મોત અકસ્માત ના કારણે થયુ છે કે પછી હત્યા થઈ છે. જો હત્યા થઈ હોય તો આ હત્યા કોને કરી કેમ કરી તેની તપાસ કરી આ સમગ્ર ઘટના ના  રહસ્ય ઉપર થી પડદો ઉઠાવે અને ગુનેગાર ને સજા અપાવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.