પાલનપુરમાં મળી આવેલા યુવકના મૃતદેહના રહસ્યનો ભેદ ઉકેલાયો

બનાસકાંઠા
palanpur muder
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : પાલનપુર ખાતે આકેસણ રોડ નજીક આવેલી અક્ષતમ સોસાયટી નજીક ત્રણ દિવસ અગાઉ એક યુવકનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. આ અંગે બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલ્યો હતો. જેમાં યુવકની પ્રેમ પ્રકરણમાં હત્યા ઈ હોવાનું ખુલ્યું હતું. પોલીસે બે હત્યારા શખ્સની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી
દીધા હતા.  પાલનપુરમાં બુધવારે શહેરના આકેસણ રોડ ઉપર અક્ષતમ સોસાયટી પાસે સુરજપાર્ક સોસાયટીમાં રહેતા ધ્રુવકુમાર લલીતભાઈ મકવાણાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણતાં જ આજુ બાજુના લોકો દોડી આવ્યા હતા. દરમિયાન જાણ કરવામાં આવતાં પશ્ચમ પોલીસ મકના પીઆઇ આર. કે. સોલંકી ઘટના સળે આવી તપાસ હા ધરી હતી. જેમાં મૃતક યુવક ધ્રુવ મકવાણા ગુમ Žયો હોવાનું જાણવા મળ્યું હતું. દરમિયાન યુવકની હત્યા ઈ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. જોકે, પોલીસે અકસ્માતે મોતનો ગૂનો નોંધી વધુ તપાસ હા ધરી છે. જે તપાસ બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એચ. પી. પરમારે હાŽ ધરી હતી. જેમણે ઇનચાર્જ એસઓજી પીઆઇ એન. એન. પરમાર સા મળી ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલ્યો હતો. જેમાં યુવકની પ્રેમ પ્રકરણમાં હત્યા ઈ હોવાનું ખુલ્યું હતું. પોલીસે મૂળ ડીસાના મુડેઠાના અને હાલ આકેસણ રહેતા પ્રહલાદજી જેણાજી રાઠોડ અને તેમજ મૂળ પાટણના સરસ્વતી તાલુકાના વામૈયાના અને હાલ આકેસણ ગામે રહેતા લાલસિંગ સોમાજી પરમારની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. યુવકને આડા સંબધની શંકા રાખી હત્યા કરવામાં આવી હતી. આરોપીઓ આકેસણ ગામે છેલ્લા ત્રણ ચાર વર્ષ ભાગે ખેતર વાવતા હોવાનું તપાસ દરમિયાન બહાર આવવા પામ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.