ડીસા પાલિકામાં કચરાના ટેન્ડરનો પ્રશ્ન ઉઠતા સભા આટોપી લેવાઈ !

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા નગર પાલિકામાં સતત ત્રીજી સાધારણ સભામાં સભ્યો કોઈ પણ રજૂઆત કરે તે પહેલાં પાંચ મિનિટમાં જ પ્રમુખે સભા
પૂર્ણ કરવાની જાહેરાત કરી સભાગૃહમાંથી ચાલતી પકડી હતી. જેથી વિપક્ષી સભ્યો સાથે સત્તા પક્ષના પણ કેટલાક સભ્યો નારાજ થયા હતા. ડોર ટુ ડોર કચરા કલેકશન માટેના ટેન્ડરની પ્રક્રિયામાં થયેલી ગેરરીતિ દબાવવાનો પ્રયાસ કરાતો હોવાનો વિપક્ષી સભ્યોએ ગંભીર આક્ષેપ કર્યો હતો. ડીસા નગર પાલિકાની સાધારણ સભા શનિવારે નગર પાલિકા સભાગૃહમાં યોજાઈ હતી.પાલિકા પ્રમુખ રાજુભાઈ ઠકકરના અધ્યક્ષ સ્થાને જનરલ બોર્ડની શરૂઆત કરાઈ હતી.જનરલ બોર્ડમાં ગત સભાની કાર્યવાહીને બહાલી આપવામાં આવ્યા બાદ ઝડપથી ફટાફટ ચાલુ બોર્ડનો એજન્ડા વાંચી દેવામાં આવ્યો હતો. જેમાં ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટેનું ટેન્ડર કેમ રદ કરાયું ? તેવો સવાલ વિપક્ષ દ્વારા કરાતા પ્રમુખ ખુલાસો કરી રહ્યા હતા પંરતુ તેમના ખુલાસાથી સંતોષ ન થતા વિપક્ષના સભ્યોએ ટેન્ડરમાં ગેરરીતિ હોવાના કારણે ટેન્ડર રદ થયુ હોવાનું જણાવી ઉગ્ર રજુઆત કરતા પ્રમુખે અચાનક જ બોર્ડ પૂર્ણ જાહેર કરી સભાગૃહમાંથી રવાના થતા વિપક્ષોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જાેકે પાંચ જ મિનિટમાં બોર્ડ પૂર્ણ કરી પ્રમુખ ચાલ્યા જતા સત્તાપક્ષના પણ કેટલાક સભ્યો નારાજ થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ડીસા નગરપાલિકામાં સતત ત્રીજી સાધારણ સભા માત્ર પાંચ મિનિટમાં પૂર્ણ કરી દેવાતા વિપક્ષ સાથે ખુદ ભાજપના જ સદસ્યો પોતાની રજુઆત કરી શક્યા નથી. જેથી સતાપક્ષના સદસ્યોમાં પણ ગણગણાટ જાેવા મળી રહ્યો હતો. બોર્ડમાં રજૂઆત કરવાની તક ન મળતાં અનેક સભ્યોને પ્રમુખના ચેમ્બરમાં જઈને રજુઆત કરવી પડી હતી.

શાસક પક્ષ બહુમતીના જાેરે ગેરરીતી આચરે છે :વિપક્ષ
આ બાબતે વિપક્ષના સદસ્ય રમેશ રાણાએ જણાવ્યું હતું કે ,ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે ટેન્ડરમાં ગેરરીતિ હોવાના કારણે ટેન્ડર રદ થયું છે.શાસક પક્ષની બહુમતી હોવાથી સત્તાધીશો સતત ગેરરીતિ કરી રહયા છે અને કોઈ રજુઆત કરે તો સાંભળવા પણ તૈયાર નથી.આજે સમગ્ર ડીસા ગંદકીથી ખદબદી ઉઠ્‌યું છે. તેમ ઉમેરી પાલિકા પ્રમુખમાં બોર્ડ ચલાવવાની ક્ષમતા જ નથી. તેવો બળાપો પણ ઠાલવ્યો હતો.

વિપક્ષ સભ્યોનો વિકાસ કામો અટકાવવાનો પ્રયાસ : પ્રમુખ
નગર પાલિકા પ્રમુખ રાજુભાઈ ઠકકરે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે રૂપિયા પાંચ કરોડ શહેરના વિકાસ માટે આપ્યા છે. જે બાબતે ચર્ચા કરવાની હતી પરંતુ વિપક્ષી સભ્યોએ આડીઅવળી વાતો કરવાની શરૂઆત કરતા માત્ર આક્ષેપબાજી કરી વિકાસ કાર્યોને અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ઉપપ્રમુખને સાઈડ આઉટ કરાયા | ડીસા નગરપાલિકાની આજે યોજાયેલી સામાન્ય સભામાં પ્રોટોકોલનો ભંગ થયો હતો અને મહિલા ઉપપ્રમુખને સાઈડ આઉટ કરાયા હતા. સામાન્ય રીતે પ્રોટોકોલ મુજબ પ્રમુખની બાજુમાં એક તરફ ઉપપ્રમુખ અને બીજી તરફ ચીફ ઓફિસર બેસે છે. ત્યારબાદ પાલિકાના ઓ. એસ. અને ઠરાવ લખનારા કર્મચારીઓ બેસે છે.પરંતુ આજની સભામાં ઉપપ્રમુખ સવિતાબેન હરિયાણીને સાઈડમાં બેસાડવામાં આવી પ્રોટોકોલનો ભંગ કરાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.