થરાદમાં નિમાયેલા મામલતદારે પહેલા નોરતે ચાર્જ સંભાળ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા 183

રખેવાળ ન્યુઝ થરાદ : થરાદમાં નવા મામલતદારની કાયમી નિમણુક થતાં ચાર્જમાં ચાલતી જગ્યા ભરાઇ હતી. મામલતદારે પહેલા નોરતે ચાર્જ સંભાળ્યો હતો. તેમજ ઓફીસના તમામ વિભાગોની પણ મુલાકાત લીધી હતી.
ગત લોકડાઉનમાં થરાદના મામલતદાર એન કે ભગોરાની બદલી થવા પામી હતી. ત્યાર બાદ છેલ્લા લાખણીના મામલતદાર ડીસી પરમાર અને નાયબ મામલતદાર વિનોદભાઇ ગોકલાણીના ચાર્જમાં મુકવામાં આવ્યા હતા.આથી સાતેક મહિનાથી વહીવટી ચાર્જમાં ચાલતો હતો. ત્યાર બાદ સરકાર દ્વારા કાયમી મામલતદાર તરીકે દિલીપકુમાર દરજીની નિમણુક કરવામાં આવી હતી. તેમણે પહેલે નોરતે થરાદની કચેરીનો વિધીવત ચાર્જ સંભાળ્યો હતો. ત્યાર બાદ તેમણે કચેરીના અંડરમાં આવેલ અન્ય વિભાગોની પણ મુલાકાત લીધી હતી. મામલતદારે ચાર્જ સભળતાં વી.એમ.ગઢવી. ઈશ્વરલાલ બાયડ, ઈશ્વરલાલ સુથાર સહિતના કર્મચારીઓ શુભકામનાઓ પાઠવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.