ધાનેરાના મુખ્ય માર્ગ અતિ બિસ્માર બનતા વાહન ચાલકો પરેશાન

બનાસકાંઠા
બનાસકાંઠા

ધાનેરા શહેરમા આવેલા મુખ્ય માર્ગ પર ઠેકઠેકાણે મસમોટા ખાડા પડી જવાથી વાહનચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ધાનેરા પાલિકા વિકાસના મોટા દાવા કરી રહી છે. પરંતુ આજે ધાનેરાના મુખ્ય માર્ગ પર પડેલા ખાડાઓ પોકળ વિકાસની વાતોને ખોટી સાબિત કરી રહ્યા છે. આમ શહેરના મુખ્ય ત્રણ માર્ગો છે. જેમાં ધાનેરા અગ્રવાલ હોસ્પિટલ થી લઈ જુના બસ સ્ટેશન સુધી જ્યારે બીજાે રસ્તો ધાનેરા નેનાવા ત્રણ રસ્તા થી લઈ જુના બસ સ્ટેશન અને ત્રીજાે મુખ્ય માર્ગ ગંજ રોડને માનવામાં આવે છે. આમ બે કિમીના અગ્રવાલ હોસ્પિટલથી નેનાવા ત્રણ રસ્તા સુધીના માર્ગ પર ઠેકઠેકાણે ખાડાઓ પડી ગયા છે. ત્યારે આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોની શું પરિસ્થિતી હશે તે વિચારવા જેવી છે. આ સિવાય તાજેતરમા કમોસમી વરસાદ પડવાથી રસ્તા પર પડેલા ખાડામા પાણી ભરાતા મોટરસાઇકલ સહિતના નાના વાહનચાલકો અકસ્માતનો ભોગ બન્યા હતા. પાકા રસ્તા પર ગટરલાઇન કે પાણીલાઇનના કનેક્શન લીધા પછી બાંધકામમા બેદરકારી રાખવાના કારણે રસ્તો ખરાબ થઈ જાય છે. સમગ્ર વર્ષ દરમિયાન બે થી પાંચ વાર રીપેરીંગ થતા રસ્તાઓ આજે પણ ખરાબ હાલતમા જાેવા મળી રહ્યા છે. ત્યારે સત્વરે આ સમગ્ર માર્ગને વધુ ખરાબ થાય તે પહેલાં રીપેર કરવામાં આવે તેવી લોકોમા માંગ થતી જાેવા મળી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.