બનાસ નદીના પાણી છોડવાનો મુદ્દો ગાંધીનગર સુધી પહોચ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

ચાલુ વર્ષે ઉપરવાસમાં ભારે વરસાદને લઈ બનાસકાંઠા જિલ્લાનો જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ પાંચ વર્ષ બાદ છલ્લોછલ ભરાતા બનાસવાસીઓની એક જ માંગ ઉઠી છે કે બનાસકાંઠા નું પાણી બનાસના જ લોકોને આપો જેને લઇ બનાસ નદી બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે વિધાનસભાનું સત્ર શરૂ થતા આ અભિયાન અંતર્ગત રાજ્ય મંત્રી કિર્તીસિંહ વાઘેલાની મુલાકાત કરી ને માળી સમાજના આગેવાન પૂર્વ ગુજરાત વેર-હાઉસિંગ નાં ચેરમેન મગનભાઈ માળી તથા બનાસ બચાવો અભિયાનના કાર્યક્રતા ભરતભાઇ ગેલોતે બનાસ નદીમાં પાણી મળે એવી રજૂઆત કરી હતી. જેટલું પાણી નહેરમાં આપો એટલું પાણી બનાસ નદીમાં આપવા તેવી રજૂઆતને લઇ મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ બનાસ નદીમાં પાણી મળશે એવી આગળ સરકારને રજૂઆત કરવાની હૈયા ધારણા આપી હતી.આ ઉપરાંત કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલને પણ જાણ કરી એમને આ મુદ્દા પર અગ્રતા ક્રમ આપીને કામ કરવાની બાયધારી આપવામાં આવી છે.

નહેર મારફતે અપાતું પાણી ફુવારા કે ડ્રીપ પદ્ધતિથી ખેતી કરવામાં આવે તો પાણીનો મોટો ફાયદો થઈ શકે તેમ છે
દાંતીવાડા ડેમમાંથી રવિ સીઝન ના વાવેતર માટે નહેરમાં છોડવામાં આવતા પાણી પર મોટેભાગે ખેડૂતો ખુલ્લા પાણીથી ખેતી કરતા હોય છે ત્યારે પાણીના વેડફાઈ જાય છે. પરંતુ ફુવારા કે સ્પ્રિંગ પદ્ધતિથી ખેતી થાય તો પાણીનો બગાડ પણ ઓછો થાય છે જેથી હવે આવનાર સમયમાં જે ખેડૂતોએ ફુવારા કે સ્પ્રિંગ પદ્ધતિથી ખેતી અપનાવે તેવાને પાણી આપવાનો નિયમ બનાવે તો પાણીનો પણ ખૂબ જ ફાયદો થઈ શકે તેમ છે.

દાંતીવાડા ડેમમાંથી નહેરમાં પાણી છોડાય તેટલું પાણી નદીમાં પણ છોડો
બનાસ નદી પરના દાંતીવાડા ડેમ આ વર્ષે છલોછલ ભરાઈ ગયા હતા ખેડૂત વર્ગમાં ખુશીનો માહોલ છે ત્યારે રવિસઝન ના વાવેતર માટે દાંતીવાડા ડેમમાંથી નહેરમાં છોડવામાં આવે તેટલું જ પાણી નદીમાં છોડવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી રહી છે એક બાપ ના બે દિકરાઓ વચ્ચે અન્યાય કેમ તેને લઈને બનાસ નદી બચાવો અભિયાન ની સમિતિ ના કાર્યક્રરો સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે.

બનાસ નદીમાં ૨૫ દિવસ ચાલેલા પાણીથી લઇ ૬૦ થી ૭૦ ફુટ તળ ઉંચા આવ્યા
પાંચ વર્ષ બાદ બનાસ નદીમાં ૨૫ દિવસ સુધી પાણીનું વહેણ ચાલતા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ૬૦ થી ૭૦ ફૂટ પાણીના તળ ઊંચા આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે હજુ પણ બનાસ નદીમાં પાણી વધારે છોડવામાં આવે તેવી માંગ સાથે જુનાડીસા નજીક ડીપ અથવા ચેકડેમ નું નિર્માણ થાય તો આવનાર સમય માં ભૂગર્ભજળમાં પણ મોટો ફાયદો થવાની શક્યતાઓ જાેવાઈ રહી છે.સચાઈનુ વધારાનુ પાણી બનાસ નદીમાં છોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.