અંબાજી-હિંમતનગર વચ્ચે થયેલા અકસ્માતમાં ઈજાગ્રસ્તોને પાલનપુર સિવિલ ખાતે ખસેડાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

ખેડાથી અંબાજી દર્શનાર્થે પહોંચેલી એક ખાનગી બસ 35થી વધુ લોકોને મા અંબાના દર્શન કરાવી પરત ખેડા તરફ જઈ રહી હતી તે સમયે અંબાજીથી હિંમતનગર વચ્ચે આ ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. બસની બ્રેક ફેલ થતાં બસ ચાલકે કાબુ ગુમાવ્યો હતો. પરંતુ સમય સૂચકતા દાખવી બસને ભેખડ સાથે ટકરાવતા મોટી જાનહાની બચી હતી. પરંતુ બસ ભેકર સાથે ટકરાતા બસની છત ગુમ થઈ ગઈ અને બસમાં બેઠેલા 35 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું અને તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તમામ લોકોને સારવાર અર્થે અંબાજી કોટેજ અને તે બાદ વધુ સારવાર સાથે પાલનપુર ની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.

અંબાજી હિંમતનગર વચ્ચે થયેલ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને અંબાજી કોર્ટેજ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા બાદ વધુ સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા. જ્યાં 25 જેટલા તબીબો અને સર્જનનો દ્વારા ઇજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી રહી છે. ઘટનાની ગંભીરતાને લઈ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા જિલ્લા કલેકટર વરુણવાલ બરનવાલ સહિત પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા પાલનપુર સિવિલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં જિલ્લા પોલીસ વડાએ સિવિલ હોસ્પિટલના સ્ટાફને તાત્કાલિક જાગ્રસ્તોની સારવાર કરવા તેમજ જો કોઈ ગંભીર ઇન્જરી દેખાય તો તેવા દર્દીઓને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ કે અમદાવાદ રીફર કરવા સિવિલ સ્ટાફને સૂચના આપી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.