ડીસાના બેકરી કુવા વ્હોળા વિસ્તારમાં એક ખુલ્લા ઘરમાંથી યુવકની લાશ મળી આવી હોવાની ઘટના સામે આવી

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસાના બેકરી કુવા વ્હોળા વિસ્તારમાં એક ખુલ્લા ઘરમાંથી યુવકની લાશ મળી આવી હોવાની ઘટના સામે આવી છે. બનાવને પગલે ડીસા શહેર ઉત્તર પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

ડીસાના બેકરી કુવા વ્હોળા વિસ્તારના લીલાશાહ નગરમાં એક ખુલ્લા મકાનમાં રહેતા 40 વર્ષીય ગણપત ઠાકોર નામનો યુવક ગાડી ચલાવી તેનું ગુજરાત ચલાવતો હતો તેમજ છેલ્લા ઘણા સમયથી તે એકલવાયું જીવન જીવતો હતો. ત્યાર બાદ આજે સાંજના સમયે અચાનક ઘરમાં જ યુવકની લાશ મળી આવી હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકોને એકઠા થઈ ગયા હતા. જોકે લાશ મળી આવી હોવાની માહિતી મળતા જ ડીસા શહેર ઉત્તર પોલીસની ટીમ તરત બનાવ સ્થળે પહોંચી હતી અને ઘટના સ્થળનું પંચનામું કરી લાશને પીએમ અર્થે ખસેડી હતી. પોલીસે અત્યારે લાસને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી તેના વાલી વારસોની શોધખોળ હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.