અંબાજી દાંતાના પહાડી વિસ્તારોમાં વરસાદ વરસતા હરિયાળી છવાઈ
બનાસકાંઠા જિલ્લામાં આવેલા દાંતા તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. આજ સવારથીજ દાંતા તાલુકામાં ધીમેધારે વરસાદની શરૂઆત થઈ હતી. દાંતા તાલુકામાં આવેલા પહાડી વિસ્તારોમાં વરસાદ વરસતા પહાડી વિસ્તારોનો કુદરતી સૌંદર્ય પણ ખીલી ઉઠ્યો છે. વરસાદના કારણે દાંતા તાલુકાનાં પહાડી વિસ્તારોમાં હરિયાળી ચારે બાજુ જોવા મળી રહી છે. કુદરતી સૌંદર્યનો નજારો જોઈ યાત્રાળુઓ પણ આનંદ મેળવી રહ્યા છે.આજ સવારથીજ દાંતા તાલુકામાં આકાશમાં કાલા ડિબાંગ વાદળો છવાતા વરસાદનું આગમન થયું હતું. દાંતા અને અંબાજીના આજુબાજુના વિસ્તારોમાં સવારથી જ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. દાંતામાં વસવાટ કરતા ખેડૂતો વરસાદ વરસતા પાકની વાવણી કરવા લાગી ગયા છે.