છાપી હાઇવેની ચાર હોટલોને આરોગ્ય તંત્રએ નોટીસ ફટકારી
વરસાદી પાણીની કેનાલમાં ગટરમાં કનેક્શન જોડાયા
ગટર ના ગંદા પાણી દુકાનો ની આગળ રેલાતા રોગચાળા ની દહેશત વચ્ચે તંત્ર ને રજુઆત કરાઈ
વડગામ તાલુકાના છાપી હાઇવે ઉપર ગટર ના પાણી ઉભરાતા આરોગ્ય તંત્ર એ તાબડતોડ એક્શન લઈ ગંદગી ફેલાવતા ચાર હોટલ સંચાલકો શુક્રવારે ને નોટિસ ફટકારી તાકીદ કરવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ વડગામ તાલુકાના છાપી હાઇવે ઉપર ઓવરબ્રિજ નું કામ ચાલી રહ્યું છે. રોડ ની બન્ને બાજુ વરસાદી પાણીન નિકાલ માટે બનાવવામાં આવેલ કેનાલ માં કેટલાક હોટલ સંચાલકો, ફાસ્ટફૂડ નું દુકાનો ધરાવતા લોકો એ ગટર ક એક્શન કેનાલ માં જોડી દેતા કેનલો ગંદગી થી ઉભરાઈ આસપાસ ની દુકાનો આગળ ગંદા અને દુર્ગધ મારતા પાણી તળાવ સ્વરૂપે ભરાતા દુકાનદારો પરેશાન થઈ ઉઠતા વડગામ આરોગ્ય અધિકારી ડો.પ્રકાશ ચૌધરી ને મોબાઈલ ઉપર રજુઆત કરતા આરોગ્ય તંત્ર એ તાત્કાલિક પગલાં ભરી હોટલ પટેલ , હોટલ અપ્સરા , હોટલ નાગોરી તેમજ ટેસ્ટી પોઇન્ટ ને નોટિસ ફટકારી ગંદકી દૂર કરવા તાકીદ કરવામાં આવ્યા હતા. ગંદકી ના કારણે ડેન્ગ્યુ જેવો રોગચાળો પણ હાઇવે વિસ્તારમાં ફેલાવા નો ભય સ્થાનિકો માં સતાવી રહ્યો છે. સવસ્થા અંતર્ગત સ્થાનિક તંત્ર તેમજ તાલુકા વિકાસ અધિકારી પણ તપાસ કરી પગલાં ભરે તેવી માંગ ઉઠવા પામી છે.
કેનાલ માં ગટર ના કનેક્શન જોડનાર સામે પગલાં ભરવા માંગ: છાપી હાઇવે આસપાસ વરસાદી પાણી ના નિકાલ માટે ની કેનાલો માં ગટર ના કનેક્શન જોડનાર એકમો વિરુદ્ધ તંત્ર તેમજ હાઇવે ઓથોરિટી ના અધિકારીઓ પગલાં ભરે તેવી માંગ ઉઠવા પામી છે.
હોટલો સિલ કરવા પણ તાકીદ કરાઈ: છાપી હાઇવે ઉપર જાહેરમાં ગંદકી ફેલાવતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત વચ્ચે આરોગ્ય અધિકારી ને ડો.પ્રકાશભાઈ ચૌધરી ને પૂછતાં તેઓ એ જણાવ્યું હતું કે હોટલ સંચાલકો હોટલ માંથી જાહેર માં છોડતા ગંદા પાણી તેમજ નોનવેજ નો વેસ્ટ કચરા નો યોગ્ય નિકાલ નહિ કરે તો કડક કાર્યવાહી કરી ગંદકી ફેલાવતા એકમો સિલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે
Tags Chappi notices system The health