ભાભર એપીએમસીની ચૂંટણીમાં વિકાસ પેનલનો ભવ્ય વિજય

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ભાભર – ભાભર માર્કેટ યાર્ડની સામાન્ય ચૂંટણી જાહેર થઈ હતી. જેમાં ૧૬ બેઠકો માટે ૫૦ ઉમેદવારીપત્રો ભરાયાં હતાં. ત્યારે રસાકસીભરી ચૂંટણી જામશે તેવું લાગી રહ્યું હતું. પરંતુ ફોર્મ પરત ખેંચવાના દિવસે અન્ય ફોર્મ પરત ખેંચાઈ જતાં મંડળી વિભાગની -૨ અને વેપારી વિભાગની -૪ બેઠકો મળી છે. બેઠકો ચેરમેન લાલજીભાઈ પટેલ તરફી બિનહરીફ જાહેર થઈ હતી. ત્યારબાદ ખેડૂત વિભાગની દશ બેઠકો માટે ૨૪ ઉમેદવારો વચ્ચે ચુંટણી યોજાઈ હતી અને આજે મતગણતરી હાથ ધરવામાં આવતાં વિકાસ પેનલનો ભવ્ય વિજય થયો હતો અને પરિવર્તન પેનલનો સફાયો થયો હતો. ચેરમેન લાલજીભાઈ પટેલ ની પેનલ મેદાન મારી જતાં હર્ષની લાગણી છવાઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.