
સરકારી યોજનાની જાહેરાત મોટા ઉપાડે થાય પરંતુ લાભ માત્ર ગણ્યા ગાંઠયા ખેડૂતને જ મળે
સરકાર દ્વારા તારીખ પાંચ મેના રોજ ખેડૂતો માટે ખેતી કરવાના સાધનોની સહાય માટેની અરજીઓ મગાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જે પાંચ તારીખે ૧૦.૩૦ વાગે આઇ ખેડુત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યો હતો. પરંતુ સાઈટ એરર ના કારણે બપોર સુધી કોઈ જ અરજીઓની નોંધણી થઈ નથી ત્યાર બાદ બપોરના નોંધણી ચાલુ થતા ખેડૂતો દ્વારા અરજીઓ કરવા માટે પડાપડી થઈ હતી ત્યારે માત્ર ત્રણથી ચાર કલાકમાં અરજીઓનો કોટો પૂર્ણ થઈ જતા બાકી ખેડૂતો અરજીઓની નોંધણી કર્યા વગર બાકી રહી ગયા હતા. રાજ્ય સરકાર ખેડૂતોની યોજનાઓની મોટી મોટી જાહેરાતો કરે છે પરંતુ વાસ્તવિક રીતે ખેડૂતોને પુરતો લાભ મળતો નથી. ખેતીના સાધનોની સબસીડીની અરજી માટે સોમવારના સતત રાહ જાેયા બાદ ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા હતા. જે જરૂરિયાતમંદ ખેડૂતો ખેતીવાડીના સહાય ની અરજીઓ કરે તે પહેલા જ લંક્ષાક પૂર્ણ થઈ જતા ખેડૂતોને ધર્મ ધક્કા ખાવા પડ્યા હતા.
પ્રથમ દિવસે ટેકનિકલ ખામીને લઇ ધક્કા ખાધા છતાં અરજીઓ ના થઈ : ખેડૂતો…
આ બાબતે ખેડૂતોએ જણાવ્યું હતું કે સોમવારના રોજ ખેડૂત સાધન સહાય માટે અરજીઓ મગાઈ હતી પણ કોઈક કારણસર એરર હોવાના કારણે અરજીઓ થઈ નહતી અને જ્યારે બીજા દિવસે સવારે અરજીઓ કરવા ગયા ત્યારે એવું બતાવવા માંડ્યું કે તમારા તાલુકાનો લક્ષાંક પૂરો થઈ ગયો છે તો સરકારે ખરેખર સાધન માટે સહાય આપવી જ હોય તો કોઈ કોટો ના હોવો જાેઈએ અને જરૂરિયાતમંદ ખેડૂતોને સાધનોની સબસીડી આપવી જાેઈએ.