ડીસા પાલિકામાં ‘ખુરશી’ માટે સામાન્ય સભા ‘તોફાની’ બની

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા પાલિકા હોલ ખાતે સાધારણ સભાની બેઠક મળી હતી.જેમાં વિવિધ સમિતિઓની રચના સહિતના વિવિધ મુદા બાબતે ચર્ચા થાય તે પહેલા જ વિપક્ષના સભ્યોએ નિયમ અનુસાર આગળ બેસવાની ખુરશી ન મળતા વિરોધ નોંધાવ્યો હતો. જેમાં આમ આદમી પાર્ટીના સદસ્ય તો જમીન ઉપર બેસી ગયા હતા અને ભારે હંગામો મચાવ્યો હતો.જેના પગલે સમગ્ર સભા તોફાની બની હતી. જાેકે વિપક્ષના વિરોધ વચ્ચે ભાજપની બહુમતી હોઇ બંધ બારણે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ પણ વિરોધ પક્ષના સભ્યોએ કર્યો હતો.ભાજપ સાશીત ડીસા નગર પાલિકામાં ગુરુવારે સાધારણ સભાની બેઠક યોજાઇ હતી. બેઠકમાં પાલિકા પ્રમુખ દ્વારા ચીફ ઓફિસરને સમિતિઓની જાહેરાત કરવાનું કહેતા વિપક્ષના સભ્યોએ ભારે વિરોધ દર્શાવ્યો હતો અને એજન્ડામાં લિધા સિવાય સીધી સમિતિઓની નિમણૂક કરી દેતા વિપક્ષ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.જેથી હંગામો મચતા વિપક્ષ અને ભાજપના સદસ્યો તું તું મેં મેં કરતા આમને સાંમને આવી ગયા હતા. તેમ છતાં પણ આજની બેઠકમાં પાલિકાની અલગ અલગ શાખામાં બજેટ ખર્ચ મંજૂર કરવા એન. યુ. એલ. એમ. યોજના અંતર્ગત સીટી સ્ટ્રીટ વેન્ડીગ પ્લાનની મંજૂરી બાબતે પણ ર્નિણય લેવામાં આવ્યો હતો. તેમજ પાલિકા સંચાલિત એસ. સી. ડબ્લ્યુ. હાઈસ્કૂલના સંચાલન માટે મોનિટરીગ સમિતિ બનાવવા બાબતે પણ ર્નિણય લેવામાં આવ્યો હતો.

એસ.સી.ડબ્લ્યુ હાઈસ્કૂલનું સંચાલન અન્યને સોંપવા સામે વિરોધ
ડીસા પાલિકમાં ગુજરાત પાલિકા અધિનિયમન ૧૯૬૩ની કલમ મુજબ વિવિધ સમિતિઓની રચના બાબતે પણ ર્નિણય લેવાયો હતો.જેનો કોંગ્રેસ સદસ્ય ભાવિબેન વિપુલભાઈ શાહ દ્વારા ૧૫૦ વર્ષ જૂની એસ. સી. ડબ્લ્યુ. હાઈસ્કૂલના સંચાલન માટે મોનીટરીંગ સમિતિ બનાવવા બાબતે વિરોધ નોંધાવ્યો હતો અને જણાવ્યું હતું કે પાલિકા સંચાલિત એકમાત્ર શિક્ષણની એક માત્ર સંસ્થાના વહીવટને પણ અન્ય લોકોના હાથમાં સોંપવામાં આવે તે ઉચિત નથી આ ઉપરાંત આમ આદમી પાર્ટીના વિજયભાઈ દવેએ પણ આજની સાધારણ સભા નિયમ મુજબ ચલાવવામાં આવી નથી અને બહુમતીના જાેરે સભ્યો કોઈ પણ બાબત સમજ્યા વિના બહાલી આપી દીધી તે યોગ્ય નથી આ લોકશાહીનું ખૂન કરવામાં આવ્યું છે તેમને સાંભળવામાં આવ્યા ના હોવા બાબતે પણ વિરોધ દર્શાવ્યો હતો. આજની સાધારણ સભામાં કોંગ્રેસ સદસ્ય ડો. ભાવિ શાહ , વિજય દવે, રમેશ રાણા સહિતના સભ્યોએ વિવિધ બાબતને લઈ ભાજપ સદસ્યોની બોલતી બંધ કરી દીધી હતી અને ભારે હંગામા વચ્ચે હોબાળો થતા સભા શરૂ થયા બાદ ૧૫ મિનિટમાં પૂર્ણ કરી દેવાઈ હતી.

ડીસા નગરપાલિકાની ગરીમાને લાંછન લગાવ્યું : ભાવિબેન શાહ
આ બાબતે કોંગ્રેસ સદસ્ય ભાવિબેન શાહે જણાવ્યું હતું કે આજની સાધારણ સભા કોઈ ગંદકીભર્યા માહોલમાં હોઈએ તેવું લાગ્યું. અધ્યક્ષ કઠપૂતળી બની ગયા છે ૨૭ સભ્યોની બહુમતીના જાેરે કોઈપણ બાબતે વાત સાંભળ્યા વગર બહાલી આપી છે. આ તો પાલિકાની ગરિમાને લાંછન લાગી ગયું છે પાલિકા સંચાલિત વર્ષો જૂની એસ. સી. ડબ્લ્યુ. હાઈસ્કૂલનું સંચાલન પાલિકા દ્વારા વર્ષોથી કરવામાં આવી રહ્યું છે ત્યારે હવે પાલિકાના ૪૪ સભ્યો સિવાય બહારના લોકોને શિક્ષણ સંકુલ મોનીટરીંગ માટે આપવાનો હેતુ શું હોઈ શકે ? આ સભ્યોને શિક્ષણમાં પણ કાળું ધોળું કરવું છે તેવો વેધક કટાક્ષ કર્યો હતો.

ડીસા પાલિકામાં લોકશાહીનું હનન કરવામાં આવ્યું છે : વિજયભાઈ દવે
આજની સાધારણ સભા બાબતે આમ આદમી પાર્ટીના સદસ્ય વિજયભાઈ દવેએ જણાવ્યું હતું કે ગત બોર્ડમાં ઠરાવ નં.૩ અને ૫ાંચનો ઉલ્લેખ ના હોવા છતાં આજની સભામાં એ મુદાના ઠરાવ બાબતે અમારો સખત વિરોધ છે.બહુમતીના જાેરે સભા પૂર્ણ કરવી તે લોકશાહીનું હનન છે અને આ રીતે બહુમતીના જાેરે તમે સભાની કાર્યવાહી પૂર્ણ કરશો તો શહેરનો વિકાસ ક્યારે થશે ? લોકોએ તમને ચુંટીને મોકલ્યા છે અને જાે આવા લોકો જ ચૂંટાશે તો શહેરનો વિકાસ કેવો થશે ? તે લોકો જાણે છે.

ડીસા પાલિકાના કારોબારી સહિતના ચેરમેનની યાદી
(૧) કારોબારી ચેરમેન જીગ્નેશ રમેશભાઈ જાેશી
(૨) ટાઉન પ્લાનિંગ નિલાબેન મોતીભાઈ પ્રજાપતિ
(૩) ડિરેકટર એ.પી.એમ.સી. શિલ્પાબેન દેવેન્દ્રભાઈ માળી
(૪) શિક્ષણ વાસુભાઈ પરસોત્તમભાઈ મોઢ
(૫) બાંધકામ રાજુભાઇ ભીખાભાઈ ઠાકોર
(૬) પાણી પુરવઠા અમિતચંદ્ર વિનોદભાઈ રાજગોર
(૭) સ્ટ્રીટ લાઈટ પૂનમબેન પ્રશાંતભાઈ ભાટી
(૮) સેનિટેશન સંગીતાબેન પ્રકાશભાઈ દવે
(૯) સમાજ કલ્યાણ નયનાબેન મગનભાઈ સોલંકી
(૧૦) દબાણ, સાંસ્કૃતિક અતુલભાઈ મફતલાલ શાહ
(૧૧) રેકર્ડ સમિતિ ચારમીબેન વસંતભાઈ શાહ
(૧૨) સ્ટોર, ટ્રાન્સપોર્ટ, રખડતા ઢોરકિરણબેન રણજીતભાઈ વાઘેલા
(૧૩) ભૂગર્ભ ગટર શૈલેષભાઇ અંબાલાલ રાયગોર
(૧૪) ઇ એસ ટી રવીકુમાર દલપતભાઈ ઠક્કર
(૧૫) બાગ બગીચા, પર્યાવરણ છાયાબેન ભરતભાઇ નાઈ
(૧૬) વ્યવસાય વેરાભારતીબેન ભરતભાઇ પટેલ
(૧૭) અપીલ કાયદો ગોવિંદભાઇ મનુભાઈ માખીજા
(૧૮) એન યુ એલ એમ ચન્દ્રીકાબેન બાબુલાલ માજીરાણા
(૧૯) ગુમાસ્તા ધારા, આરોગ્ય પ્રકાશભાઈ આંબાજી માજીરાણા
(૨૦) ગંદા વસવાટ ચેતનભાઈ જીતેન્દ્રભાઈ ત્રિવેદી
(૨૧) એસ ટી એસ આર જે વાય ઉષાબેન ભદ્રેશભાઈ મેવાડા
(૨૨) માનવ રાહત નીતાબેન નિલેશભાઈ ઠક્કર


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.