પત્રકારના નામે તોડ કરવા આવેલી ટોળકી સક્રિય બની
(રખેવાળ ન્યૂઝ)વડગામ, બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના તેનિવાડા હાઈવે પર આવેલ આઈસ્ક્રીમ ફેક્ટરીમાં એક ન્યૂઝ ચેનલના નામે મોંઘી ગાડી લઈ આવેલા ચાર પત્રકારો વગર પરવાનગીએ ઘુસી જઈ માલિકને ડરાવવાની કોશિશ કરેલી પરંતુ દાળ ન ગળતા મહિલા હોવાનો ફાયદો ઉઠાવી પોલીસ સ્ટેશનમાં જઈ અરજી આપી હતી.આ બાબતે કંપનીના માલિકે એક સ્થાનિક પત્રકારને સમગ્ર પ્રકરણની જાણ કરી હતી.
જેથી પત્રકાર દ્વારા તેમની ટીમના મહિલા પત્રકારને ફોન કરી પોલીસ સ્ટેશન રૂબરૂ મળવા જતાં તેઓએ કહ્યું હતું કે આપણે તો ભાઈ બહેન છીએ અને હવે તો મારે મારા ભાઈના ખિસ્સામાંથી પૈસા લેવા પડે એવું છે તે માટે થઈ મહિલા પત્રકાર દ્વારા સ્થાનિક પત્રકાર પાસે મોખિકમાં ૨૦,૦૦૦ રૂપિયા માંગી કહ્યું હતું કે અમે લોકો અરજી પણ પાછી ખેચી લેશું અને કાંઈપણ ચલાવીશું નહીં પરંતુ તેમ છતાં સેટીંગ ન પડતા તેઓ દ્વારા વોટ્સએપના સમાચાર ગ્રુપમાં મેસેજ વાયરલ કરી પોતાની બુધ્ધિનું પ્રદર્શન કર્યું હતું.તો પણ સેટિંગ ન થતાં બીજા અધિકારી તેમજ અન્ય લોકો પર ધમકી આપ્યા હોવાનું દોષારોપણ સોસીયલ મિડિયામાં વાયરલ કરાયું હતું.
આ મુદ્દે સ્થાનિક પત્રકારે છાપી પોલીસ મથકે લેખિત અરજી આપી જણાવ્યું હતું કે અગાઉ આ પૈકીના બેએ ડીસાના રિજમેન્ટ વિસ્તારમાં મોડી રાત્રે બીજાના નામે તોડ કર્યો હતો.અને કમ્પનીમાં આવેલ તમામ રિપોર્ટર પૈકી એક જ પાસે આઈકાર્ડ હતું જે કંપનીના કવરેજ દરમિયાન કંપનીના કર્મચારી દ્વારા માંગતા એક જ વ્યક્તિએ કાર્ડ બતાવ્યું હતું. તો શું બીજા સાથે આવેલ ત્રણ પત્રકાર કોણ હતા? શું એ તમામ પાસે કાર્ડ હતાં ? શું કોઈ ખોટું થતું હતું તો આરોગ્ય વિભાગ કે ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગને કોઈ જાણ કરાઈ હતી?શું પોલીસ બોલાવી કોઈ પ્રેસર ઊભું કરી કોઈ મોટા તોડના ફીરાક માં હતી આ ટીમ? આ સવાલોનો જવાબ પોલીસ તપાસમાં બહાર આવશે.પણ હાલમાં આ મુદ્દો ‘ટોક ઓફ ધી ટાઉન’ બની ગયો છે.