ડીસાની નિમ્સ હોસ્પિટલ ખાતે પ્રથમ એન્જીઓપ્લાસ્ટી કરાઇ
ડીસા શહેરમાં સૌ પ્રથમવાર એન્જીઓપ્લાસ્ટી કરવામા હતી શનિવારના દિવસે દીયોદર તાલુકાના વયક્તિને હૃદય રોગનો હુમલો આવતા પરિવારજનો દ્વારા તેમને ડીસાની હોસ્પિટલમાં રીફર કરાયા હતા.દીયોદર તાલુકાના કોટડા ગામના ૫૭ વર્ષીય દાનાભાઈ ચૌધરીને હૃદય રોગનો હુમલો આવતા પરિવારજનો તેમને લઈ ડીસાની નિમ્સ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જ્યા હોસ્પિટલ ખાતે ડોક્ટરી ચેકઅપમા તેમની સ્થિતિ નાજુક જણાઈ હતી. જેથી હોસ્પિટલના કુશળ કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર પિયુષ પ્રજાપતિ અને તેમની ટીમ દ્વારા ૬ મે ના રોજ દાનાભાઈ ને સફળ એન્જીઓપ્લાસ્ટી કરવામા આવી હતી. જે ડીસા ખાતે એક મોટી સિદ્ધિ કહી શકાય તેમ છે અને ડીસા તથા આજુબાજુના લોકો માટે એક સારા સમાચાર પણ કહી શકાય તેમ છે. હોસ્પિટલના ડાયરેકટર ડૉક્ટર પાર્થ વ્યાસએ જણાવ્યું હતું કે ટુંક સમય માં કાર્ડિયાક સર્જરી ( બાયપાસ સર્જરી ) ની સુવિધા પણ નિમ્સ હોસ્પીટલ ખાતે શરૂ થવા જઇ રહી છે જે બનાસકાંઠાના લોકો માટે સારી બાબત સાબિત થશે, દર્દીને સમયસર સારવાર મળી રહેવા ખૂબજ અગત્યની ભૂમિકા નિભાવશે.