વરસાદી ઝાપટા ઓ વચ્ચે જીલ્લા ના ખેડૂતો ખેતીકામમાં પરોવાયા
સૌથી વધારે મગફળીનું 168456, ઘાસચારાનું 149358 તેમજ ચોમાશુ બાજરીનુ 103275 હેક્ટરમાં વાવેતર થયું
બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી ખરીફ વાવેતર 469268 લાખ હેક્ટરે પહોંચી ગયો
ડીસા તાલુકામાં સૌથી વધારે 67232 હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર મગફળી, બાજરી સહિતના પાકોની માવજતમાં ખેડૂતો કામે લાગ્યા
કેટલાક વિસ્તારોમાં વરસાદે વિરામ લેતા ખેડૂતો દ્વારા દવાનો છંટકાવ, સાયણિક ખાતર આપવાનું કાર્ય પુરજોશમાં
બનાસકાંઠા જિલ્લામાં અષાઢના અંતિમ દિવસોમાં મેઘરાજાએ સાર્વત્રિક મહેર કરી હતી. જેના કારણે છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની રાહ જોતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ ગઈ હતી. જિલ્લામાં 27 જુલાઈની સ્થિતિએ 469268 હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર થઈ ચૂક્યુ છે. છેલ્લા કેટલાક સમયથી સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો પરંતુ છેલ્લા બે દિવસથી કેટલાક વિસ્તારોમાં વરસાદે વિરામ લેતા ખેડૂતો ખેતીકામોમાં પરોવાઈ ગયા છે. બનાસકાંઠા જિલ્લામાં અષાઢમાં સામાન્ય વરસાદ જોવા મળ્યો છે. જેના કારણે ખેડૂતો સહિત લોકોના જીવ તાળવે ચોંટયા છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે જેના કારણે ખરીફ પાકો માટે જાણે કાચું સોનું વરસ્યું છે વરસાદ થી ખેડૂતોના ચહેરા પણ ખીલી ઊઠયા હતા બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી સૌથી વધારે મગફળી નું 168456, ઘાસચારાનું 149358 તેમજ ચોમાશુ બાજરીનુ 103275 હેક્ટરમાં વાવેતર થયું. અગાઉ વરસાદ ખેંચાતાં ખેડૂતોમાં ચિંતા નો માહોલ જોવા મળ્યો હતો પરંતુ ત્યારબાદ સાર્વત્રિક વરસાદ થતાં ખરીફ સીઝનના પાકોને જીવત દાન મળી ગયું છે જો કે, હવે મેઘરાજાએ કેટલાક વિસ્તારોમાં વિરામ લેતાં ખેડૂતો મગફળી સહિતના પાકોની માવજતમાં લાગી ગયા છે.
બનાસકાંઠા જિલ્લામાં ખરીફ વાવેતર (તા.27 જુલાઈ સુધીમાં)
વાવેતર નો પાક વિસ્તાર હેક્ટરમાં
ચોમાસુ બાજરી. 103275
જુવાર. 3447
મકાઈ. 9093
તુવેર. 165
મગ. 2463
મઠ. 25
અડદ 636
મગફળી 168456
તલ 452
દિવેલા. 1857
સોયાબીન 347
કપાસ. 22567
ગુવાર. 2358
શાકભાજી. 4754
ઘાસચારો. 149358
બનાસકાંઠા જિલ્લામાં ખરીફ સીઝનના વાવેતરમાં ડીસા તાલુકો મોખરે: બનાસકાંઠા જિલ્લામાં ખરીફ સીઝનના વાવેતરમાં 27 જુલાઈની સ્થિતિ પ્રમાણે અત્યાર સુધી સૌથી વધુ ડીસા તાલુકામાં વાવેતર જોવા મળી રહ્યું છે ત્યારબાદ થરાદ ધાનેરા કાંકરેજ સહિતના તાલુકાઓમાં પણ ગરીબનું બહાડા પ્રમાણમાં વાવેતર જોવા મળી રહ્યું છે.
બનાસકાંઠા જિલ્લામાં વરસાદ માસ પૂર્ણ થવા આવ્યો છતાં હજુ પણ ૫૦ ટકા જેટલો વરસાદ થયો નથી: આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય રીતે મોટાભાગના વિસ્તારોમાં બહુ ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે તો કે અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ લાખણી માં 90 ટકા જોકે દાતામાં 69 ટકા કેટલો વરસાદ થઈ ચૂક્યો છે જોકે અત્યાર સુધી સૌથી ઓછો વરસાદ કાંકરેજ તાલુકામાં 32 ટકા નોંધાયો છે અને બનાસકાંઠા જિલ્લામાં સરેરાશ વરસાદ ૪૭.૩૬ ટકા થવા પામ્યો છે જે અત્યાર સુધી ચિંતા નો વિષય છે.