ખેડૂતોએ દાગીના ગીરવે મુકી વીજ કનેક્શન માટે એસ્ટીમેન્ટ ભર્યુ

બનાસકાંઠા
બનાસકાંઠા 67

બનાસકાંઠા જિલ્લામાં ડાર્કઝોન ઉઠાવી લીધા બાદ ખેડૂતોને નવા વિજ કનેક્સન આપવામાં આવી રહ્યા છે. જાેકે ડીસાના ભીલડી
પંથકમાં ખેડૂતોને નવા વિજ કનેક્સન લેવા માટે એસ્ટીમેન્ટની રકમ ભરવા વ્યાજે નાણાં તેમજ જમીન પર લોન લીધી અથવા જમીન ગીરવે મુકી તથા સોનાના દાગીના ગીરવે મુકી તેનું વ્યાજ ભરી રહ્યા છે. પરંતુ વીજ કંપની દ્રારા ઉપકરણો ન હોવાના બહાના બતાવી ધરમધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે.જેથી ખેડૂતોમાં ભારે રોષ ઉદભવવા પામ્યો છે. નવા વિજ કનેક્શન માટે વ્યાજે લાવેલા નાણાં ભરી દીધા પણ વીજ કંપની પાસે ઉપકરણો જ નથી. ડીસાના ભીલડી પંથકમાં ખેડૂતોને નવા વિજ કનેક્સન લેવા માટે એસ્ટીમેન્ટની રકમ ભરવા વ્યાજે નાણાં લાવ્યા છે. જેનું વ્યાજ ખેડૂતો ભરી રહ્યુ છે.પરંતુ વિજ કંપની દ્રારા ઉપકરણો ન હોવાના બહાના બતાવતા હોઈ ચોમાસુ સિઝન માટે ખેડૂતો લેટ થઈ રહ્યા છે. અને કપાસના વાવેતરમાં પણ ખેડૂતો લેટ પડી રહ્યા છે. પોતાના ખેતરમાં બોર માટે નવા કનેક્સન માંગવામાં આવે છે. જેને લઈને તંત્રની નઘરોળતાથી ખેડૂત ઓફિસ ધરમધક્કા ખાઈ રહ્યા છે. ખેડૂત પોતાના ખેતરમાં નવીન બોર બનાવવા ફુવારા સહિત ૮ લાખથી વધુ ખર્ચો કરીને બોર બનાવે છે. લાચાર જગતનો તાત વ્યાજે અથવા પોતાના દાગીના વેચીને બોર બનાવે છે. અને ઉતર ગુજરાત વિજ કંપનીમાં ખેડૂત પોતાના કનેક્સનનું એસ્ટીમેન્ટ ભરવા તૈયાર હોવા છતા બે મહિના વીતી ગયા છતા ઉતર ગુજરાત વિજ કંપનીના અધિકારીઓ છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોને મટેરિયલ નથી અથવા ડી.પી નથી કેબલ નથી અથવા મીટર નથી તેવા ઉડાઉ જવાબ ખેડૂતોને આપવામાં આવી રહ્યા છે. અને તાઉત વાવાઝોડામાં સામાન વપરાઇ ગયુ છે. તેનાકારણે અછત ઉભી થઇ છે. તેવો જવાબ ખેડૂતોને આપવામાં આવી રહ્રો છે.

ડીવિઝન-૧માં સામાનની અછત છે અને બેમાં નથી
ભીલડી ડીવિજન ૧ માં સામાનની અછત જાેવા મળી રહી છે.જેના કારણે ખેડૂતોનું વિજ જાેડાન નથી કરવામાં આવતુ તેમજ ડીવિઝન ૨માં સામાનની અછત નથી.જેથી ડીવિઝન એકમાં ખેડૂતોને જાણી જાેઇને પરેશાન કરવામાં આવતા હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યુ છે.

ખેડૂત પોતાના ખેતરો વાવેતર કર્યા વગર બેઠા છે
ખેડૂતો પોતાના ખેતરમાં ખર્ચો કરી બોર બનાવી બેઠા છે. પોતાનું વિજ કનેક્સન કયારે આવશે અને પોતાના ખેતરમાં વાવેતર ક્યારે શરૂ થશે ચિંતા સતાવી રહી છે. ખેડુત પોતાના ખેતરો વાવેતર કર્યા વગર બેઠા છે અને ખેતર બંજર જેવા લાગી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.