ડીસામાં લોકડાઉનની માઠી અસર : બજારમાં ભયંકર મંદીનો માહોલ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : કોરોના મહા મારીના પગલે અપાયેલ લોકડાઉનના કારણે જનજીવનને વ્યાપક અસર થવા પામી હતી અને સાથે સાથે અનેક લોકો પણ મોતના મુખમાં ધકેલાઈ ગયા છે. જો કે ૬૮ દિવસ ઉપરાંતના લોકડાઉન બાદ અર્થવ્યવસ્થાને ધબકતી રાખવા માટે લોકડાઉનમાં તબક્કાવાર છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ લાંબા સમય સુધી લોકડાઉન બાદ બજારો ખુલતા સતત મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો ખરીદી માટે આવતા પહેલા સતત ભય અનુભવી રહ્યા છે. શહેર કરતા ગ્રામ્ય વિસ્તારોમાં તો કોરોનાનો ભય વ્યાપક છે તેથી ગ્રામીણ વિસ્તારના લોકો બજારમાં આવવાનું ટાળે છે. લાંબો સમય ઘરે રહીને નિચોવાઈ ગયેલા શહેરીજનો પણ ખરીદી કરતા અચકાઇ રહ્યા છે જાણકારોના મતે લોકો પાસે રૂપિયા રહ્યા જ નથી. તેથી લોકોની ખરીદ શક્તિ ઘટી ગઈ છે ત્યારે આગામી દિવસોમાં પરિસ્થિતિ હજુ વધુ વિકટ બનશે તેવા એધાણ વર્તાઈ રહ્યાં છે. તેથી લોકડાઉનની માઠી અસરો વર્તાવા લાગી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.