બનાસકાંઠાના જીલ્લા વિકાસઅધિકારીએ થરાદનાં બે ગામોની મુલાકાત લીધી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરાદ : બનાસકાંઠાના જીલ્લા વિકાસઅધિકારીએ શુક્રવારે થરાદના બે ગામોની મુલાકાત લીધી હતી. તેમજ વિકાસકામો અને પંચાયતની કામગીરીની સમીક્ષા કરી હતી. ગ્રામજનો દ્વારા જીલ્લા અને તાલુકાવિકાસ અધિકારીનું સન્માન કરવામાં આવ્યું હતું.
જીલ્લાના તાલુકાવિકાસ અધિકારી અજય દહીયાએ શુક્રવારે થરાદ તાલુકા પંચાયતની મુલાકાતે આવ્યા હતા. તેમણે તાલુકાપંચાયતની કામગીરીની સમીક્ષા બાદ થરાદના દુધવા અને વેદલા ગામોની મુલાકાત લીધી હતી. આ અંગે તાલુકાવિકાસ અધિકારી વિજયભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે દુધવા પંચાયતમાં રેકર્ડની ચકાસણી બાદ ગામની પ્રાથમિક શાળા અને દુધવા પીએચસીની મુલાકાત લઇ દર્દીઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. ત્યાર બાદ પાણીની ટાંકી સહિત વિકાસના કામોનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ વેદલા ગામની અને પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી.
આ અંગે દુધવાના તલાટીકમમંત્રી એસ.આઇ ચૌધરી અને વેદલાના એલ કે પટેલે જણાવ્યું હતું કે દુધવાના સરપંચ અને વેદલાની ગ્રામપંચાયતના સરપંચ કાળુભાઇ પટેલ દ્વારા જીલ્લા વિકાસઅધિકારી તથા ગામના યુવા અગ્રણી મહેશભાઇ પુરોહિત દુધવા દ્વારા તાલુકા વિકાસ અધિકારીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ વખતે પંચાયત વિસ્તરણ અધિકારી એસઆર મનસુરી, સંજયભાઇ તલાટી તથા તલાટીમંડળના પ્રમુખ પ્રકાશભાઇ ચૌધરી સહિત તાલુકા પંચાયતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.