બાળમજૂરી નાબૂદ કરવા માટે ભરથરી સમાજના પરિવારો ની માગ પાયા ના શિક્ષણ માટે આંગણવાડી કેન્દ્ર બને તેવી રજૂઆત

બનાસકાંઠા
બનાસકાંઠા

બાળકો શાળા સુધી આવે તેને લઈ સ્થાનિક પ્રાથમિક શાળાના આચાર્યની જહેમત : ધાનેરા વિસ્તારના થાવર નજીક ભરથરી સમાજના બાળકો અંદાજે 50 બાળકો માટે આંગણવાડી કેન્દ્ર ચાલુ થાય તો આજનો બાળમજૂર દિવસ સુધરશે અને આ બાળકો પાયાથી બાળમજૂરી કરતા અટકશે

ભારત સરકાર 14 વર્ષથી નાના બાળકોને મજૂરી પર રાખવા પ્રતિબંધ મૂક્યો છે.જેને કઈ આજે વિશ્વભર મા બાળકો ને મજૂરી માંથી મુક્ત કરવા માટે ના પ્રયાસો કરવામાં આવતા હોય છે. આવાજ એક પ્રયાસ ની શરૂઆત ધાનેરા શહેર નજીક આવેલા ભરથરી વિસ્તારમાં કરવામાં આવી છે. ભરથરી સમાજ ના પરિવારો ધાનેરા તાલુકાના થાવર ગામ નજીક વસવાટ કરે છે. કાચા ઝૂપડા બનાવી વર્ષો થી પરિવારો પોતાનું નાનું ગામ વસાવ્યું છે. દિવસ દરમિયાન મજૂરી કરી જીવતાં પરિવાર ના બાળકો શિક્ષણ થી વંચિત રહી જાય છે. બાળ મજૂરી તરફ બાળકો જાય એ પહેલાં શિક્ષણ ની શરૂઆત થાય તેવી માગ સ્થાનિક ગરીબ પરિવાર કરી રહ્યા છે.

સ્થાનિક ભરથરી સમાજ આગેવાન એ જણાવેલ કે: થાવર ગામ નજીક રહેતા પરિવાર નાં બાળકો અભ્યાસ માટે જાય છે. પરંતુ ઘર ની વ્યવસ્થા અને વિસ્તાર ની પરિસ્થિતિ ના કારણે બાળકો અધૂરો અભ્યાસ મૂકી શાળા છોડી દે છે.થાવર અનુપમ પ્રાથમિક શાળા ના આચાર્ય એ પણ બાળકો ની મુલાકાત લીધી હતી.અને ભરથરી સમાજ ના પરિવારો મહિલાઓ ને પોતાના બાળકો ને પ્રાથમિક શાળા સુધી મોકલવા માટે મથામણ કરી હતી. શિક્ષણ વિભાગ દ્વારા પણ શાળા એ ના આવતા બાળકો માટે અલગ વર્ગ ખંડ ની સુવિધા ઊભી કરી છે. જો કે આવા બાળકો સુધી સુવિધા પહોચતી નથી જેના કારણે શિક્ષણ વિનાના બાળકો બાળ મજૂરી તરફ ધકેલાઈ જાય છે. ભરથરી વિસ્તારમાં આંગણવાડી કેન્દ્ર શિક્ષણ ની જ્યોત ઉજાગર કરે તેમ છે. તેની માગ પણ સ્થાનિક પ્રાથમિક શાળાના આચાર્ય થાવર અનુપમ પ્રાથમિક શાળાપણ કરી હતી.

ધાનેરા તાલુકાની જેમ બનાસકાંઠા જિલ્લા ના અનેક ગરીબ વિસ્તારો ના બાળકો ને શિક્ષણ ના મળતા તેઓ બાળ મજૂરી કે પછી ગુનાહિત પ્રવુતિ તરફ આગળ વધતા હોય છે. આવા અણસમજ બાળકો માટે સેવા ભાવિ સંસ્થા સાથે સરકારી તંત્ર આગળ આવે તે પણ બાળ મજૂરી નાબૂદી કહી શકાય.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.