ડીસા પંથકમાં ફરી એકવાર વહેલી સવારે બે કલાક સુધી ગાઢ ધુમ્મસ છવાયું

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ વડાવલ : ડીસા પંથકમાં શનિવારની વહેલી સવારે હવામાનમાં અચાનક પલટો આવતા ધુમ્મસભર્યુ વાતાવરણ સર્જાયું હતું. વહેલી સવારના બે કલાક સુધી ગાઢ ધુમ્મસ છવાતા વિઝિબિલિટીનો અભાવ રહેતાં આમ પ્રજાજનો સહિત વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો બે કલાક સુધી ભારે ધુમ્મસના પગલે અકસ્માતના ભયને લઇ હાઈવે પર વાહનોની પણ અવરજવર ઓછી થઈ જવા પામી હતી અને હેડલાઇટો ચાલુ કરવાની ફરજ પડી હતી. શિયાળાના ઉત્તરાર્ધમાં સતત વાતાવરણમાં ફેરફાર થતા શનિવારના વહેલી સવારે સીઝનમાં ત્રીજીવાર સમગ્ર પંથકમાં ગાઢ ધુમ્મસ છવાયો હતો. ઉતરાયણ બાદ ઠંડીનંુ પ્રમાણ પણ ઘટી જવા પામ્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ૨૪ જાન્યુઆરીથી ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી કરવામાં આવી છે. ગાઢ ધુમ્મસની સાથે ઝાકળ પડવાથી ખેતીના ઉભા પાકોને પણ માઠી અસર થવાને લઇ ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જાેવા મળી રહ્યો છે. ડીસા પંથકમાં બટાટા રાયડો એરંડા જીરું રાજગરો સહિતના પાકોમાં વાતાવરણની અસર વર્તાઈ રહી છે. ખેતરોમાં ઉભા પાક પર ઝાકળના કારણે પાણીના બિંદુઓ પડતા પાકોમાં સુકારા જેવા રોગની દહેશત વર્તાઈ રહી છે. ડીસા સહિત જીલ્લાના અનેક ભાગોમાં વહેલી સવારે બે કલાક સુધી ભારે ધુમ્મસથી વિઝિબિલિટીનો અભાવ જાેવા મળ્યો હતો. જેને લઇ લોકો એ વહેલી સવારે ઘરેથી બહાર નીકળવાનું ટાળ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.