
વડગામના એદરાણા ગામની સીમમાં યુવકની લાશ મળી આવતા ચકચાર
વડગામ તાલુકાના એદરાણા ગામની સિમમાં શુક્રવાર બપોરના સમયે એક યુવકની લાશ મળતા લોકોના ટોળે તોળા ઉમટી પડ્યા હતા. જાેકે ઘટનાની જાણ થતાં છાપી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. વડગામના ચિત્રોડા ગામે એક યુવકની હત્યાના સમાચારની શાહી સુકાઈ નથી ત્યારે વડગામ તાલુકાના એદરાણા – વરસડા રોડની સાઈડમાં આવેલ એક આંબાના વૃક્ષ નીચે એક યુવકની લાશ પડી હોવાના સમાચાર મળતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ છાપી પોલીસને થતા પીએસઆઇ એસ.જે. પરમાર સહીતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી સઘન તપાસ હાથ ધરી હતી. જાેકે પ્રાથમિક તપાસમાં યુવક બાવલચુડી ગામનો અશોકભાઈ કાનજીભાઈ ચૌહાણ ઉ.વ. આશરે ૪૦ હોવાનું જાણવા મળે છે. દરમિયાન યુવકના મોતના ઘૂટાતા રહસ્ય વચ્ચે યુવકની લાશને પીએમ માટે વડગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી. પીએમ રિપોર્ટ બાદ યુવકના મોતનું કારણ જાણી શકાશે. ૪૦ વર્ષીય યુવકના અકાળે મોતના સમાચાર મળતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.