સુઇગામ તાલુકા પંચાયત ની બાંધકામ શાખા એટલે સોના ના ઈંડા મુક્તી મુરઘી સમાન

બનાસકાંઠા
બનાસકાંઠા

સુઇગામ તાલુકા પંચાયત કચેરી માં કાજલ બેન અમલિયાર ની બદલી થયા બાદ ગેરરીતિ ઓ એ ભારે માઝા મૂકી દીધી છે.જોકે સુઇગામ તાલુકા ના 50 ટકા થી વધુ કામો અંદાજે 40 લાખ ના વિકાસ ના કામો ની ફાઈલો કાજલ બેને રિઝેક ટ કરી અભરાઈ એ ચડાવી દીધી હતી.એજ ફાઈલો ઉપર નવા આવેલા ટી.ડી ઓ એ સહી ઓ કરી પેમેન્ટ નું ચુકવણું કરી દીધું છે. શુ..ડી.ડી.ઓ બ.કા અજાણ હશે?….અરે વાડ જ ચીભંડા ગળે પછી ન્યાય ની અપેક્ષા ક્યાં થી હોય?…હાલ ની તારીખ માં સુઇગામ તાલુકા ની 40 ગ્રામ પંચાયતો માં સરપંચ અને વહીવટદાર નું શાસન છે.ત્યાં આગળ એક પંચાયત માં વિકાસ ની વર્ષે 20 લાખ થી વધુ રકમ ની ગ્રાન્ટ આવે છે.તેમાં સો પ્રથમ જે પંચાયત માં સરપંચ કે વહીવટદાર છે.તેમની 20 ટકા ની ટકાવારી તલટીકમ મંત્રી 5 ટકા જ્યારે સુપર વાઇઝર ના 5 ટકા એકાઉન્ટ નો 1 ટકો ટી ડી ઓ નો 1.5 ટકા જ્યારે જિલ્લા માંથી મંજૂરી માટે ના 2 ટકા અને 30 ટકા કોંટકટર ના અને 50 ટકા નું કામ થાય છે.છેલ્લા બે વર્ષ માં સુઇગામ તાલુકા માં થયેલા કામો નું નિરીક્ષણ કરવામાં આવે તો ખ્યાલ આવે કે કામો ની સુ. હાલત છે…અરે…કેટલાય કામો કાગળ ઉપર છે..ડી.ડી.ઓ વર્ષ ના વિકાસ ના કામો ની ફાઇલ લઈ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરે તો ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે…હાલ માં સુઇગામ તાલુકા પંચાયત કચેરીમાં બાંધકામ શાખા એટલે સોનાના ઈંડા મૂકતી મરઘી સમાન છે…જૉકે સુઇગામ તાલુકા ની બાંધકામ શિક્ષણ મનરેગા પી.એમ વાય એસ.બી એમ મિશન મંગલમ જેવી દરેક કચેરી માં ભારે ગેર રીતિ ઓ ની બુમરાડ ઉઠી છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.