
દિયોદરના સણાદર પાસે રિક્ષાને ટક્કર મારી બસનો ચાલક ફરાર
દિયોદરના સણાદર પાસે એક બસ ચાલકે રિક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં રિક્ષામાં સવાર બે મહિલા જીઆરડી સહિત એક રીક્ષા ડ્રાઇવરને ઈજાગ્રસ્ત થતા સ્થાનિક લોકોની મદદથી સારવાર માટે દિયોદર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં આજે દિયોદરના સણાદર પાસે એક બસ ચાલકે રિક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષાને ટક્કર મારી બસ ચાલક ત્યાંથી ફરાર થઇ ચુક્યો હતો. રીક્ષામાં સવાર બે GRD મહિલા અને રીક્ષાચાલાકને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત થતા જ આજુબાજુ લોકો દોડી પહોંચી ઈજાગ્રસ્તોને સારવાર માટે દિયોદર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.