ઢીમાના યુવકની કલોલમાં કરપીણ હત્યાથી અરેરાટી
મૂળ ઢીમા ગામના વતની અને છેલ્લા પંદર વર્ષથી કલોલ ખાતે સ્થાઈ થયેલા બાબુલાલ મોહનજી ભાટી કલોલ ખાતે દરબારની ચાલીમાં રહેતા હતા. તેમની બાજુમાં રમઝાન ઉર્ફે પપ્પુ અજમેરી નામનો ૩૦ વર્ષીય યુવાન રહેતો હતો.બાબુલાલને જીગર અને સુનિલ નામના બે પુત્રો છે.જેમાં જીગરની ઉંમર ૨૫ અને સુનિલની ઉંમર ૨૨ વર્ષ છે. જોકે જીગર અને રમઝાન વચ્ચે કોઈ અણબનાવને લઈ વિવાદ ચાલતો હતો.ત્યારે ગત તારીખ ૧૮ મે ના રાત્રે ૧૦ વાગે રમજાન ઊર્ફે પપ્પુએ ફોન કરી તેને બોલાવ્યો હતો. ત્યારે જીગર કલોલની હોટલ સીદબાઝ ખાતે ગયેલ ત્યારે રમજાન સહિત અન્ય યુવકોએ જીગર ઉપર તીક્ષણ હથિયાર વડે હુમલો કરી છાતીના ભાગે પાંચથી વધુ ઘા ઝીકી દેતા જીગરે જગ્યા ઉપર તરફડીને દમ તોડી દીધો હતો. આ બાબતની કલોલ પોલીસને જાણ થતાં ગણતરીના કલાકોમાં આરોપી રમઝાનને પકડી દીધો હતો. જોકે અન્ય શકમદ આરોપીઓ પોલીસ પકકડથી દુર છે.વિધર્મી યુવક દ્વારા હિન્દૂ યુવકની કરપીણ હત્યાને લઈ કલોલ સહિત મૃતકના માદરે વતન ઢીમા ખાતે શોકનો માહોલ છવાયો છે.અને સત્વરે હત્યારાઓને કડકમાં કડક સજા થાય તેવી મૃતકના પરિવારો સહિત સમાજે માંગ કરી છે.જોકે ૨૫ વર્ષીય યુવાનની કરપીણ હત્યાને લઈ માદરે વતન વાવ- ઢીમા ખાતે ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે.સત્વરે આ મુદ્દે ગૃહ વિભાગ ગંભીરતા દાખવી પીડિતના પરિવાર જનોને ન્યાય અપાવે તેવી ઉગ્ર માંગ છે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.