
વડગામના ચિત્રોડા ગામના યુવકની ધોકા મારી કમકમાટીભરી હત્યા
વડગામના ચિત્રોડા ગામે આવેલ ઉમિયાનગરમાં પાકીટ ચોરીની શંકા રાખી ત્રણ યુવકોએ ધોકા મારી મંગળવારની મોડી સાંજે યુવકની કરપીણ હત્યા કરતા પંથકમાં ચકચાર મચી ગઇ હતી. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીને દબોચી જેલ હવાલે કર્યા હતા.ચિત્રોડા ગામે આવેલ ઉમેશભાઈ પરમારના ઘરે અલ્પેશભાઈ ગયેલ જયાં અન્ય બે ઈસમો હતા. જે દરમિયાન અલ્પેશ પરમારે રાહુલ ઉર્ફે જવાનજી ઠાકોરનું પાકીટ લીધું હોવાની શંકા રાખી ચારે વ્યક્તિઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયેલ બોલાચાલી દરમિયાન ત્રણ ઈસમોએ અલ્પેશ રામાભાઈ પરમાર ( ઉવ. આશરે ૪૪ ) ઉપર ધોકા વડે હુમલો કરી માર મારી કરપીણ હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર સાથે અરેરાટી વ્યાપી ગઈ હતી. આ સમગ્ર બનાવની જાણ થતાં વડગામ પોલીસે ઘટના સ્થળે પહોંચી ઘટનાની જાણકારી મેળવી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપીઓને ગણતરીના કલાકોમાં દબોચી જેલ હવાલે કર્યા હતા. ૪૪ વર્ષીય યુવકની હત્યાને લઈ ચિત્રોડા ગામ સહિત પંથકમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. મૃતક યુવકની લાશને વડગામ સિવિલ ખાતે લાવી પેનલ તબીબોની ટીમે પીએમ કર્યું હોવાનું જાણવા મળે છે.