પાલનપુરમાં યુવકનો મૃતદેહ મળી આવતાં ચકચાર

બનાસકાંઠા
palanpur laas
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : પાલનપુર શહેરના આકેસણ રોડ પર આવેલી અક્ષતમ સોસાયટી નજીકથી બુધવારે સવારે એક યુવકનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. આ અંગે પશ્ચિમ પોલીસે અકસ્માતે મોતનો ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાલનપુરમાં તાજેતરમાં આબુ હાઇવે નજીકથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની ત્રણ શખ્સએ હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. જેમની પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે બુધવારે વધુ એક યુવકનો રહસ્યમય રીતે મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ શહેરના આકેસણ રોડ ઉપર અક્ષતમ સોસાયટી પાસેથી સવારે યુવકની લાશ મળી આવી હતી. આ અંગેની જાણ થતાં જ આજુ બાજુના લોકો દોડી આવ્યા હતા. દરમિયાન જાણ કરવામાં આવતાં પશ્ચિમ પોલીસ મથકના પીઆઇ આર. કે. સોલંકી ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી હતી.જેમાં મૃતક યુવક ધ્રુવ લલિતકુમાર મકવાણા હોવાનું ખુલ્યું હતું. જે થોડા દિવસથી ગુમ થયો હતો. દરમિયાન યુવકની હત્યા થઈ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. જોકે, પોલીસે અકસ્માતે મોતનો ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.