
વેડંચા ગામના તળાવમાંથી અજાણ્યા યુવકની લાશ મળતા ચકચાર મચી
પાલનપુર તાલુકાના વેડંચા ગામમાં આવેલા તળાવમાં એક યુવકનો મૃતદેહ જાેવા મળતા તળાવ કાંઠે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. બનાવ અંગે ગ્રામજનો દ્વારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. અને મૃતદેહને બહારી કાઢી અજાણ્યા મૃતકની ઓળખવિધિ હાથ ધરી હતી. પાલનપુર તાલુકાના વેડંચા ગામમાં આવેલા તળાવમાં વહેલી સવારે કોઈ અજાણ્યા ઇસમનો મૃતદેહ તરતી હાલતમાં જાેવા મળતા ગ્રામજનોના ટોળા એકઠા થઈ ગયા હતા. અને બનાવ અંગે ગ્રામજનો દ્વારા પાલનપુર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ ની ટીમ દોડી આવી હતી. અને તરવૈયાઓની મદદથી અજાણ્યા યુવકના મૃતદેહને તળાવમાં થી બહાર કાઢી તેને પી.એમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. તેમજ મૃતક કોણ છે? તે અંગે તેની ઓળખવિધિ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જાેકે આ અજાણ્યો મૃતદેહ કોનો છે ? તેવા પ્રશ્નો લોકોમાં ઉઠયા હતા ત્યારે મૃતકનું મોત કેવા સંજાેગો માં થયું છે તે તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.