અંબાજી નજીક આવેલ ત્રિશૂળીયા ઘાટ નજીક એક ઝાડ પર યુવાનની લટકતી લાશ મળી
અંબાજી નજીક આવેલ ત્રિશુળીયા ઘાટ પર યુવાનનો ઝાડ પર લટકતો મૃતદેહ મળ્યો આવતા પંથકમાં ચકચાર મચી હતી.દાંતા અંબાજી માર્ગ પરના ત્રિશુળીયા ઘાટ પર મુખ્ય માર્ગથી ખુબજ ઊંચાઈ પર 22 વર્ષીય યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.
ડુંગર પર વૃક્ષની ડાળીએ ફાંસો ખાધેલી અવસ્થામાં બુધવારે મળી આવી છે. ઘટનાની જાણ દાંતા પોલીસને થતા તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી આગળની તજવીજ હાથ ધરી છે.જ્યા પ્રાથમિક દ્રષ્ટિએ મૃતક યુવાન અંબાજી હડાદ માર્ગ પરના રાણપુર ગામનો હોવાનું બહાર આવ્યું હતું. આત્મહત્યા કે હત્યા તે બાબતનુ રહસ્ય હજુ અકબંધ છે. પોલીસે આ દિશામાં આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી છે.