
થરાદના આંતરોલ ગામમાંથી રાત્રે ગુમ થયેલી મહિલાની લાશ તળાવમાંથી મળી
થરાદના આંતરોલ ગામના તળાવમાં એક મહિલાનું અગમ્યકારણો સર ડુબી જતાં અરેરાટી પ્રસરી જવા પામી હતી.પોલીસે અક્સમાત મોત રજીસ્ટરે નોંધ કરી હતી. પ્રાપ્ય માહિતી મુજબ થરાદના આંતરોલ ગામે રહેતી સોરમબેન પ્રકાશભાઇ નાઇ ઉ.વ.૩૦ નામની બે સંતાનોની માતા વહેલી સવારે પાંચેક વાગ્યાના સુમારે ખેતરમાં ચક્કર માર્યા બાદ પાછી ઘેર આવી હતી. અને પોતાનાં બે બાળકો તથા સાસુને માથે ઠંડીન લાગે તે માટે ઓઢાડ્યું હતું. ત્યારબાદ કહ્યા વગર નિકળી ગઇ હતી. જાે કે ઘરમાં પુત્રવધુ કામ કરતી નહી દેખાતાં સાસુએ પોતાના પતિને જગાડીને વાત કરી હતી. આથી તેણીની ગામમાં રહેણાંક ઉપરાંત નજીકમાં રહેતા અને ડીસા,પાલનપુર રહેતા સગાંસંબંધીઓમાં વ્યાપક શોધખોળ હાથ ધરી હતી. તેમ છતાં પણ તેણીનો કોઇ પત્તો લાગ્યો ન હતો.આખરે ગુરુવારની સવારના દસેક વાગ્યાના સુમારે તેણીનો મૃતદેહ ગામના રામદેવપીર મંદીર પાસે આવેલા તળાવમાંથી મળી આવ્યો હતો. બનાવ અંગે પોલીસને જાણ કરાતાં મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પીટલમાં ખસેડાયો હતો.બનાવને પગલે બહોળી સંખ્યામાં લોકોનાં ટોળાં એકઠાં થવા પામ્યાં હતાં.પરિણીતાના રાજસ્થાન સ્થિત પિયરપક્ષમાંથી પણ બહોળી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. તેમના દ્વારા તેણીના મોત અંગે આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા.મંગળરામ બાબુરામ નાઇ રહે.સાંચોરની જાહેરાતના આધારે થરાદ પોલીસે અક્સ્માત મોત રજીસ્ટરે નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.