થરાદની નહેરમાં ઝંપલાવનાર મહિલાનો મૃતદેહ વામીની સીમમાંથી મળી આવ્યો
થરાદની નહેરમાં ઝંપલાવેલી મહિલાનો મૃતદેહ શુક્રવારની સવારે ભાપીના સાયફન નજીકથી મળી આવ્યો હતો. પોલીસે ઓળખ કરી કાર્યવાહી હાથ ધરી હતી. થરાદની નર્મદા નહેરમાં ચુડમેર ગામની સીમમાં બુધવારની સાંજના છ વાગ્યાના સુમારે એક મહિલાએ બાળકી સાથે કેનાલમાં ઝંપલાવી દિધું હતું. જે બાળકીનો મૃતદેહ જમડા ગામની સીમમાંથી ગુરુવારે સવારે તરતો મળી આવ્યો હતો.
શુક્રવારની સવારના દસેક વાગ્યાના સુમારે વામી ગામની સીમમાં સાયફન નજીક મુખ્ય નહેરમાંથી મહિલાનો મૃતદેહ પણ તરતો મળી આવ્યો હતો. આ બનાવની જાણ કરાતાં દોડેલી ફાયર ટીમે રેસ્કયુ કરીને મૃતદેહને કિનારે લાવી થરાદ મામલતદાર અને પોલીસને જાણ કરી હતી. પાલિકાની ફાયર ટીમે જણાવ્યું હતું કે ‘સવા અગિયાર વાગ્યે આવેલી પોલીસે મૃતદેહનો કબજો લીધો હતો.’
મૃતક મહિલાના ફોટો શોસિયલ મિડીયામાં શેર કરાતાં તેણીનું કેશરીબેન મીરખાનભાઈ વાદી (ઉં..30) હોવાનું તેમજ તેણીનું પિયર દિયોદરના જાડા અને સાસરું કાંકરેજના ઓગડવાડા તથા તેણી બે સંતાનોની માતા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે બંન્ને મૃતદેહનાં પેનલથી પીએમ કરાવ્યાં હતાં. જો કે આ મહિલાએ કેમ પોતાના બાળક સાથે કેનાલમાં ઝંપલાવીને જીવન ટુંકાવી લીધું તે ચર્ચાસ્પદ બન્યું હતું.