દિયોદરની ગોદા કેનાલમાંથી કોથળામાં બાંધેલી મહિલાની લાશ મળતા ચકચાર

ગુજરાત
ગુજરાત 152

દિયોદર તાલુકાના ગોદા ગામે બપોરના સમયે કેનાલમાંથી એક મહિલાની લાશ મળી આવી છે. મહિલાની લાશ એક કોથળામાં બાંધેલી હાલતમાં હોઇ પંથકમાં ચકચાર મચી ગઇ છે. ઘટના બાદ દિયોદર પોલીસ અને ડીવાયએસપી સહિતનો સ્ટાફ તાત્કાલિક દોડી આવ્યો છે. આ સાથે કેનાલમાંથી મહીલાની લાશ મળી હોવાની વાત વાયુવેગે પંથકમાં પ્રસરી જતાં લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. પ્રાથમિક તપાસમાં મૃતક મહિલા કાંકરેજ પંથકની હોવાનું સામે આવ્યા બાદ પોલીસે તેમની લાશ પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી છે.

બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાના ગોદા ગામ નજીકથી પસાર થતી કેનાલમાંથી મહિલાની કોથળામાં બાંધેલી હાલતમાં લાશ મળી આવી છે. આજે સવારે કેનાલમાંથી કોથળામાં બાંધેલી હાલતમાં મહિલાની લાશ મળતાં સ્થાનિકો સહિત લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. જે બાદમાં તેરવાડાના એક પરિવારે મહિલાની લાશને ઓળખી બતાવતાં રોકકકળ કરી મુકી હતી. ઘટનાને લઇ ડીવાયએસપી સહિત પોલીસનો કાફડો દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મહિલાના છેલ્લા ૧૦ દિવસથી ગુમ હોવાનું સામે આવ્યુ છે.

બનાસકાંઠામાં નર્મદાની કેનાલમાંથી લાશો મળવાનો સિલસિલો યથાવત હોય તેમ આજે પણ વધુ એક લાશ મળી આવી છે. કાંકરેજ તાલુકાના ડુંગરાસણ ગામે પરણાવેલી મહિલા છેલ્લાં ૧૦ દિવસથી ગુમ હતી. આ તરફ આજે સવારે કોથળામાં બાંધેલી હાલતમાં તેની લાશ મળી આવતાં અનેક સવાલો ઉભા થયા છે. ઘટના બાદ પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી વધુ તપાસ શરૂ કરી છે. ઘટનાને લઇ મૃતક મહિલાના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.