ભાભર કોર્ટ દ્વારા પોલીસ કર્મચારીને છ માસની કેદ ફટકારાઇ
બનાસકાંઠા જિલ્લાના ભાભર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મીએ વર્ષ ૨૦૧૬ ની સાલમાં ચેક પોસ્ટ પરની ફરજ દરમ્યાન બે વ્યક્તિઓને માર મારવા બદલ ગુનો દાખલ થયેલ. જેનો કેસ ભાભર કોર્ટમાં ચાલી જતાં નામદાર જજ દ્વારા પોલીસ કર્મીને સજાનો હુકમ ફરમાવાયો છે.
મળતી વિગતોનુસાર ડીસા તાલુકાના શેરપુરા ગામના રહીશ અને પોલીસમાં ફરજ બજાવતા સુરેશભાઈ મફતપુર ગૌસ્વામીએ ભાભર ખાતેની તેમની ફરજ દરમ્યાન તા.૧૯-૨-૨૦૧૬ ના રોજ ગોસણ- રાધનપુર રોડ પર આવેલ ચેક પોસ્ટ પર ત્રણેક વ્યકિતઓને માર માર્યો હતો. આ અંગે જે તે સમયે ગુનો નોધાવેલો જેનો કેસ ભાભર કોર્ટમાં ચાલી જતાં ફરિયાદી તરફે વકીલ યુ.જે.રાઉમા અને આરોપી તરફે આર.વી.ચૌધરીએ દલીલો કરી હતી. જજ દ્વારા બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ છેવટે આરોપી એવા સુરેશકુમાર મફતપુર ગૌસ્વામીને ગુનેગાર ઠેરવી છ માસની સાદી કેદ તેમજ રૂ.૫૦૦૦ નો દંડ ભરવાનો હુકમ આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
Tags bhabhar policeman six months