આબુ – અરવલ્લીની પહાડીઓનું સાૈંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા 182

બનાસકાંઠા જિલ્લાની બોર્ડરે આવેલ રાજસ્થાનના વિખ્યાત હીલ સ્ટેશન માઉન્ટ આબુ સહિત આજુબાજુમાં છેલ્લા એક અઠવાડીયાથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે. તેથી આબુની નયનરમ્ય પહાડીઓનું પ્રાકૃતિક સૌંદર્ય પૂરબહારમાં ખીલી ઊઠ્‌યું છે. તેમાં પણ સતત વરસાદના પગલે વ્હોળા વહેતા થઈ ગયા છે. જેથી મૃત અવસ્થામાં પડેલા ઝરણાં પણ સજીવન થઈને ઠેરઠેર વહેતા થઈ ગયા છે. જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી જાણે પહાડીઓએ લીલોતરી ઓઢી લીધી છે. જેથી પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્‌યું છે. જેના પગલે દૂર દૂરથી પ્રવાસીઓ પ્રકૃતિના આ આહલાદક નજરાને રૂબરૂ નિરખવા અને માણવા મોટી સંખ્યામાં ઉમટી રહ્યાં છે.તેઓ પહાડીઓ વચ્ચે વિહરતા વાદળો અને ઝરણામાં પલળવાનો નિજાનંદ ચુકતા નથી. તેથી ખળખળ વહેતા ઝરણાં આકર્ષણ જમાવી રહ્યા છે.ધીમા વરસાદ વચ્ચે વાતાવરણ પણ ખુશનુમા બની ગયું છે. તેથી સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી પ્રવાસીઓ આબુમાં ઉમટી રહ્યા છે. જેથી હીલ સ્ટેશનના જાેવા લાયક નખી લેક સહિતના સ્થળે માનવ મહેરામણ નજરે પડે છે. જેના કારણે વેપારીઓને પર્યટકોની આ ભીડ આગામી દિવાળીના તહેવારો સુધી જળવાઈ રહેવાની આશા બંધાઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.