દિવસભર ભારે ઉકળાટ બાદ સાંજના સમયે જિલ્લાનું વાતાવરણ બદલાયું

બનાસકાંઠા
બનાસકાંઠા

ગુજરાત રાજ્ય ઉપર સર્જાયેલી વિવિધ વરસાદી સિસ્ટમને લઇ હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી. તે મુજબ સરહદી બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી અનેક સ્થળો પર છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. દિવસ ભર પડતી ભાદરવાની આકરી ગરમી વચ્ચે સાંજના સમયે આકાશમાં કાળાડિબાંગ વાદળો સાથે બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જેને લઈને જિલ્લાના અનેક ભાગોમાં છૂટો છવાયો ગાજવીજ અને પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. જેમાં બુધવારના બપોર બાદ વાતાવરણમાં અચાનક આવેલા પલટાના કારણે દાંતા વિસ્તારમાં ભારે વરસાદ થવા પામ્યો હતો. જેને લઇ અંબાજી જતા પદયાત્રિકો સહિત સેવા કેમ્પોના સેવાભાવી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ ઉપરાંત ડીસા અને અમીરગઢ વિસ્તારમાં પણ સામાન્ય વરસાદ થવા પામ્યો હતો.

સરહદી બનાસકાંઠા જિલ્લામાં ભાદરવાની આકરી ગરમીથી પ્રજાજનો ત્રાહિમામ
ભાદરવા મહિનાની પડી રહેલી આકરી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે તો બીજી તરફ મેઘરાજા પણ મંડાણ કરી અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે થોડાક અંશે ગરમીથી રાહત મળી રહી છે પરંતુ સરહદી વિસ્તારના અનેક તાલુકાઓમાં પણ ગરમીથી લોકો તોબા પોકારી ઊઠયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.