અંબાજી પથંકમાં વરસાદનું આગમન વાતાવરણમાં ઠંડક પસરતા લોકોએ ગરમીથી રાહત
હવામાન વિભાગની આગાહીને લઈ ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. તો ઠેર ઠેર જગ્યાએ ભારી વરસાદ પણ વરસી રહ્યો છે. આજરોજ સાંજના સમયે યાત્રાધામ અંબાજીમાં પણ વરસાદની શરૂઆત થઈ હતી. યાત્રાધામ અંબાજીમાં દિવસભર ગરમીની ઉકળાટ બાદ સાંજના વરસાદની શરૂઆત થઈ હતી. આજે અંબાજી અને આજુબાજુના વિસ્તારોમાં વરસાદનું આગમન થયું હતું. જેને લઈને વાતાવરણમાં ઠંડક પસરી હતી. ઘણા દિવસના વિરામ બાદ આજે અંબાજી પંથકમાં ફરી વરસાદની શરૂઆત થઈ હતી. અંબાજી અને આજુબાજુના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થતા લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. અંબાજી અને આજુબાજુમાં વસવાટ કરતા લોકોએ દિવસભરની ગરમીની ઉકળાટ બાદ સાંજના સુમારે વરસાદ વરસતા વાતાવરણમા ઠંડક અનુભવી હતી.