પાલનપુરના ગ્રામીણ વિસ્તારો માં પ્રાચીન ગરબાએ જમાવ્યું આકર્ષણ
સેમોદ્રામાં 75 વર્ષથી ચામુંડા નવરાત્રી મંડળના પ્રાચીન ગરબાની પરંપરા જારી: નવરાત્રી પર્વનું મહત્વ સમગ્ર ગુજરાતમાં અનેરું છે. ગુજરાતમાં સમગ્ર જગ્યાએ વિવિધ પ્રકારના નવરાત્રીનું આયોજન થતું હોય છે. જોકે, બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ પ્રાચીન ગરબાની પરંપરા જોવા મળી રહી છે.
પાલનપુર તાલુકાના સેમોદ્રા ખાતે છેલ્લા 75 વર્ષથી ચામુંડા નવરાત્રી મંડળ દ્વારા નવરાત્રીમાં નવ દિવસ ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જોકે, આજે પણ આ ગરબામાં વર્ષોની પરંપરા મુજબ મહિલાઓ ભાતીગળ વેશ પરિધાન કરી ગરબામાં ઘૂમતી જોવા મળે છે. હાલના સમયમાં પાર્ટી પ્લોટ અને આધુનિક ગરબા ઓનું મહત્વ વધ્યું છે. પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં પ્રાચીન ગરબાની પરંપરા આજે પણ જાળવી રાખવામાં આવી છે.
સેમોદ્રા ખાતે છેલ્લા 75 વર્ષથી ચામુંડા નવરાત્રી મંડળ દ્વારા ગામના તમામ સમાજના લોકો દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. અને જેમાં ગામના તમામ સમાજના લોકો પોતપોતાનાં પારંપારિક વેશ પરિધાન કરી અને નવરાત્રિમાં નવ દિવસ માતાજીની આરાધના કરે છે. મહિલાઓ ગ્રામીણ સંસ્કૃતિ ના પહેરવેશમાં ગરબા રમતા ગ્રામીણ વિસ્તારના ગરબાઓએ આકર્ષણ જમાવ્યું છે.
Tags ancient garba Palanpur rural areas