દલવાડામાં ઈંટ મારી વૃદ્ધાને મોતને ઘાટ ઉતારનાર આરોપી ઝડપાયો
પાલનપુર તાલુકાના દલવાડા માં મહિલાને ઈંટ મારી મોતને ઘાટ ઉતારનાર આરોપી ઝડપાઇ જતા પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. પાલનપુર તાલુકાના દલવાડા ગામ માં સામાન્ય બોલાચાલીમાં મહિલા ને ઈંટનો ઘા મારી હત્યા કરવાની ઘટના સામે આવી હતી. જે કેસમાં ગુનાનો ભેદ ઉકેલતા ગઢ પોલીસે કિરણજી ઠાકોર નામના શખ્સ ની અટકાયત કરી હતી. રૂખીબેન ઠાકોર નામની મહિલાનું મોત થતાં ગઢ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં ગઢ પોલીસે આરોપીને દબોચી લઈ વધુ તપાસ હાથ ધરી છે.