છેલ્લા ૯ વર્ષથી પોલીસને ચકમો આપીને ફરતો આરોપી ઝડપાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લા પેરોલ ફર્લો સ્કોડે દિયોદર કોર્ટના ૯ વર્ષ જૂના કેસના ઘણા સમયથી કોર્ટમાં હાજર ન રહેતા આરોપીને સાસમ મુકામેથી ઝડપી પાડ્યો છે. જેમાં પોલીસ ને મળેલી બાતમી હકીકત આધારે પોલીસે પાલનપુર ના સાસમ પાસેથી ઈસમ ને ઝડપી પાડી ગઢ પોલીસ ને સોંપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ મહાનિરીક્ષક , સરહદી રેંજ કચ્છ ભુજ જે.આર.મોથલીયા તેમજ અક્ષયરાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડવા સારું આપેલ સૂચના અંતર્ગત આર.એસ.લશ્કરી પોલીસ સબ ઈન્સ્પેક્ટર પેરોલ ફર્લો સ્કોડ પાલનપુરનાઓના માર્ગદર્શન મુજબ , પેરોલ ફર્લો સ્કોડ પાલનપુરની ટીમ નાસતા ફરતા આરોપીઓની તપાસમા હતી. દરમિયાન ટીમ ને મળેલ ખાનગી હકીકત આધારે દિયોદર કોર્ટના સને ૨૦૧૫ ના ગુનામાં ઘણા સમયથી કોર્ટમાં હાજર ન રહેતા આરોપી અશ્વિનભાઈ પરથીભાઈ રાવળ રહે સાસમ પાલનપુર વાળાને સાસમ મુકામે ઝડપી પાડ્યો હતો. અને આગળની કાર્યવાહી કરવા ગઢ પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યો હતો. જોકે ગઢ પોલીસે ઈસમ ની અટકાયત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.