
માલગઢ ખાતે માળી સમાજનો ૨૨ મો સમૂહ લગ્નોત્સવ યોજાયો
બનાસકાંઠા જિલ્લામાં વસતા મારવાડી માળી સમાજનો સમુહ લગ્ન સમારોહ ડીસાના માલગઢ ગામે યોજાયો હતો. માળી સમાજના ૨૨ માં સમૂહ લગ્નમાં ૬૦ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ દંપતીઓને આશીર્વાદ આપવા ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, દિયોદરના પૂર્વ ધારાસભ્ય અનિલ માળી, પૂજ્ય છોગારામ બાપુ, નાયબ કલેક્ટર દલપત ટાંક, વેર હાઉસના ચેરમેન મગનલાલ માળી, ડીસા નગર પાલિકાના પ્રમુખ રાજુ ઠક્કર, સમાજના દાનવીર ઈશ્વર માળી, સમૂહ લગ્નના મુખ્યદાતા ફુલચંદ કચ્છવા, જી.એસ. પરિવારના મફતલાલ માળી, ભરત માળી માતેશ્વરી વાળા, રમેશ માળી સોમનાથ પરિવાર,દાનવીર પી.એન. શેઠ, મોતીલાલ માળી આશાપુરા, આઈ. સી. ગેલોત, સમૂહલગ્ન સમિતિના આગેવાનો નેમાજી માળી, સોમાલાલ કચ્છવા, અનિલ સુંદેશા, ગણપત ભાટી, અશોકભાઈ ગણપતિ વાળા, નરેશ ડેલિગેટ સહિત દાતાઓ અને રાજકીય સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. આ સમૂહ લગ્ન પ્રસંગે ધારાસભ્ય પ્રવીણ માળીએ આશીર્વાદ આપતાં જણાવ્યું હતું કે, દીકરી પરણીને તમારા ઘરમાં આવે ત્યારે વહુ નહિ પણ દીકરી તરીકે રાખજો. સાથે દીકરીઓને પણ સાસુ સસરાને માં-બાપની જેમ રાખવા માટે સલાહ આપી હતી. સમાજના કુરિવાજો દૂર કરવા, શિક્ષણનો વ્યાપ વધારવા સહિત નવયુગલોનું જીવન સુખમય પસાર થાય તેવા આશીર્વાદ આઅપ્યા હતા.પૂજ્ય છોગારામ બાપુએ પણ નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા.