
નકળંગ ધામ વાગદોડ ખાતે રબારી સમાજ નો ૧૫ મો સમૂહ લગ્નોત્સવ યોજાયો
શ્રી રબારી સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા નકળંગ ધામ વાગદોડ ખાતે રબારી સમાજનો ૧૫ મો સમૂહ લગ્નોત્સવ રવિવારે નકળંગ ધામ વાગડોદ ના મહંત શંકરનાથ મહારાજના માર્ગદર્શન હેઠળ રબારી સમાજ ના આગેવાન, દાનવીર રત્ન અને ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સહિત અન્ય આગેવાનો સમૂહ લગ્ન સમિતિના હોદ્દેદારો, રબારી સમાજના સામાજીક આગેવાનો અને સમૂહ લગ્નમાં ઉદાર હાથે દાન આપનાર દાતાઓની વિશેષ ઉપસ્થિતિમાં રબારી સમાજ ની ૧૧ દિકરીઓએ પ્રભુતામાં પગલાં માડી શુભ સંસાર ની શરૂઆત કરી હતી રબારી સમાજ કુરીવાજોને તિલાંજલિ આપી અન્ય સમાજોની જેમ શિક્ષણ ની હરીફાઈ માં સહપરિવાર જોડાય તેવી હાકલ કરી હતી અને સમાજના દાતાઓ દ્વારા સમૂહ લગ્ન માં જોડાનાર દિકરીઓને ભેટ સોગાદ આપવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ એ જણાવ્યું હતું કે, રબારી સમાજમાં આજે પણ કુરીવાજ પાછળ લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. જેને સદંતર બંધ કરીને દિકરા દિકરીઓના અભ્યાસ માં વધુ રસ રાખવો જરૂરી છે. સમૂહ લગ્ન થકી એક જ માંડવા નીચે લગ્ન થાય તેમાં દિકરીઓના મા-બાપે પણ પહેલ કરી સમાજને ખોટા ખર્ચાથી બચાવવો જોઈએ. જેથી રબારી સમાજ એ કુરીવાજોને તિલાંજલિ આપી શિક્ષણ તરફ વધુ જોડાય તે માટે દરેક પરીવાર એ આગળ આવવું પડશે નકળંગ ધામ વાગડોદ ખાતે યોજાયેલા ૧૫ મો સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા રબારી સમાજ સમૂહ લગ્ન સમિતિ નકળંગ ધામ વાગડોદ તથા સમાજના યુવાનો એ જહેમત ઉઠાવી હતી.