થરાદની ઇઢાટા અને પીરગઢ ડીસ્ટ્રીબ્યુટરી કેનાલ સુધારણાના કામોનુ ખાતમૂર્હૂત કરાયુ
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં શરૂ થયેલા નર્મદા કેનાલના કામમાં પીરગઢ ડિસ્ટ્રીબ્યુટરી કેનાલનું કામ શરૂ થતાં પીરગઢ,ગડસી સર,સાબા,શેરાઉ,સણવાલ,કુંભા રડી,વજીયાસર અને તેજપુરા સહિતના ગામના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે.જ્યારે ઇઢાટા અને ભોરો લ ડિસ્ટ્રીબ્યુટી કેનાલનું કામ શરૂ થતાં થરાદ તાલુકાના લોરવાડા, જમડા,ઇઢાટા,ભોરોલ,ગણેશપુરા,ઘંટીયાળી,મેઢાળા તથા વાવ તાલુ કાના પ્રતાપપુરા,ઢીમા,કોળાવા અને ચોટીલ ગામના ખેડૂતોને સિંચાઇનું પાણી મળશે.આમ તાલુકાની આ બે ડિસ્ટ્રીબ્યુટરી અને માઇનોર કેનાલના કામ શરૂ થતાં થરાદ તાલુકામા 10,603 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે.જ્યારે કેનાલના નવીનીકરણ પાછળ રૂ.6.35 કર ડનો ખર્ચ કરવામાં આવશે.જેના કારણે આ કેનાલની પાણી વહન કરવાની ક્ષમતા પણ વધશે તેમજ જે જગ્યાએ કેનાલ ક્ષતિગ્રસ્ત થઈ છે ત્યાં નવી કેનાલનું બાંધકામ થશે.