થરાદ : વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા થરાદ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

જમ્મુ કશ્મીરમાં ધાર્મિક યાત્રામાં ગયેલા હિન્દુ શ્રદ્ધાળુઓ ભરેલી બસ માતા વૈષ્ણોદેવી કટરાથી શિવખોડી દર્શન કરવા જતી હતી. ત્યારે 9 જુનના દિવસે આતંકવાદીઓએ ઘાત લગાવીને શીવખોડી નજીક બસ ઉપર અંધાધૂંધ ગોળીબાર કરી, બસ ડ્રાઈવર સહિત 10 યાત્રીઓની હત્યા કરી હતી. જેનાથી દેશભરમાં ભારે આક્રોશ વ્યાપ્યો હતો.

હિન્દુ તીર્થ યાત્રીઓની હત્યાની વિરૂદ્ધ ગતરોજ 12 જુનના દિવસે બજરંગદળ દ્વારા સંપૂર્ણ દેશમાં જિલ્લા કેન્દ્રો ઉપર આતંકવાદીઓના પૂતળાનું દહન કર્યું કર્યું હતું અને મહામહિમ રાષ્ટ્રપતિના નામે પ્રશાસનને આવેદનપત્ર આપ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.