
થરાદ અને વાવ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાઓમાં પાંચ વર્ષથી ફરાર આરોપીને થરાદ પોલીસે દબોચ્યો
બનાસકાંઠા જિલ્લાના થરાદ અને વાવના પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનાના છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને થરાદ પોલીસે ઝડપી પાડ્યો છે. થરાદ પોલીસને મળેલી બાતમી હકીકતના આધારે રાજસ્થાન સાચોરના અસલપુર ગામેથી દલપતસિંહ રાજપૂતને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ ગુનાના કામે નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના કરેલ હોય સી.પી.ચૌધરી ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર થરાદ પોસ્ટે નાઓના માર્ગદર્શન મુજબ થરાદ પોલીસ સ્ટાફના માણસો થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે મજકુર આરોપીના ગામે અચલપુર તા.સાંચોર રાજસ્થાન મુકામેથી ( 1 ) થરાદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિસન ( 2 ) વાવ પોલીસ સ્ટેશન પ્રોહીબિસન ના બે ગુનાઓમાં નાસતા ફરતા આરોપી દલપતસિંહ ઉર્ફે દપસા પીરજી રાજપુત રહે.અચલપુર તા.સાંચોર રાજસ્થાન વાળાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવમાં આવી છે.