થરાદની ભીમપુરાની મંડળીના મંત્રી પર કુહાડી વડે હુમલો

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરાદ  : થરાદના ભીમપુરા ગામની દુધમંડળીના મંત્રી પર ગામના જ એક શખસે અગાઉની અરજીની અદાવતે કુહાડી વડે હુમલો કરી તેમને ઇજા કરી અને કારને નુકશાન પહોંચાડ્‌યું હતું.
થરાદ તાલુકાના ભીમપુરા ગામની દુધ મંડળીના મંત્રી રવજીભાઈ અગરાભાઈ પટેલ ઉં.વ.૪૦ એ થરાદ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગુરુવારે બપોરના ૧૨ વાગ્યાના સુમારે પોતાની સ્વીફ્‌ટ કાર નંબર ય્ત્ન૦૧ઇફ ૮૧૨૪ લઈને ગામના પટેલ હેમજીભાઈ જેમલભાઈના ખેતરેથી ઘરે આવતા હતા. આ વખતે દુધ ડેરી થી થોડે આગળ રસ્તામાં ટ્રેક્ટર પર મળેલા ગામના રબારી દલાભાઈ વિહાભાઇએ પોતાનું ટ્રેક્ટર વચ્ચે ઊભું રાખી લોખંડની કુહાડી સાથે નીચે ઉતર્યા હતા. અને મંત્રીની કારની દરવાજો ખોલવાનો પ્રયાસ કરતાં તેમણે નહી ખોલતાં ઉશ્કેરાઇને દરવાજા પર ઉંધી મારતા કારનો કાચ તુટી ગયો હતો. ત્યાર બાદ તુ માથાભારે થઈ ગયો છે. તે અગાઉ પણ અમારા ઉપર અરજી કરી હતી. તેમ કહી અપશબ્દો બોલી ખભા પર કુહાડીનો ઠુંસો મારતાં તે નીચે પડી ગયા હતા. આ વખતે વધુ ઉશ્કેરાઇને કુહાડી બંપર પર ફટકારતાં બંપરને ઘુમો પડી ગયો હતો. જો કે આ વખતે હોબાળો થતાં અન્ય લોકો આવી જતાં તેને સમજાવીને રવાના કર્યો હતો. જતાં જતાં મંત્રીને હવે પછી મળ્યેથી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની મંત્રીએ ચેરમેન સહિત ગ્રામજનો સાથે આવીને થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.