પાલનપુરના લક્ષ્મીપુરા ગામમાં સાંસદ દ્વારા આભાર દર્શન કાર્યક્રમ

બનાસકાંઠા
બનાસકાંઠા

જીતમાં નિર્ણાયક બનેલા મતદારોનો વ્યક્ત કર્યો આભાર: મતદારોને સુખડી ખવડાવી મોં મીઠું કરાવ્યું

પાલનપુરના પ્રશ્નોનો ઉકેલ લાવવાની આપી ખાત્રી,બનાસકાંઠાના નવનિયુક્ત સાંસદ ગેનીબેન ઠાકોર ચૂંટણી જીત્યા બાદ પ્રથમવાર પાલનપુરના લક્ષ્મીપુરા ખાતે આભાર દર્શન કરવા પહોંચ્યા હતા. જ્યાં પોતાના માટે બેડામાં સુખડી લઈને તમામ મતદારોનો સુખડી ખવડાવી મોઢું મીઠું કરાવી આભાર વ્યક્ત કર્યો હતો.

તાજેતરમાં યોજાયેલી લોકસભા ની ચૂંટણીમાં ભાજપનું 26 માંથી 26 બેઠક જીતી હેટ્રિક સર્જવાનું સ્વપ્નું રોળાયું હતું. જેમાં કોંગ્રેસના એક માત્ર બનાસકાંઠાની સીટના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ની 30,000થી વધુ વોટથી જીત થઈ હતી. ત્યારે તેઓની જીતમાં અહમ ભૂમિકા ભજવી 29,000 ની નિર્ણાયક લીડ આપનાર પાલનપુર ના મતદારોનો આભાર વ્યક્ત કરવા નવનિયુક્ત સાંસદ ગેનીબેન ઠાકોર પાલનપુરના લક્ષ્મીપુરા ગામમાં આવી પહોંચ્યા હતા. ત્યારે પોતાના માથે બેડામાં સુખડી લઈને તમામ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. તો બીજી તરફ ઉમિયા માતાના તેમજ ગુરુ મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

જોકે, નવનિયુક્ત સાંસદ ગેનીબેન ઠાકોરે લક્ષ્મીપુરા બ્રિજ, એરોમાં સર્કલ ટ્રાફિક સમસ્યા, કાયદો અને વ્યવસ્થા સહિતના પાલનપુરના પ્રશ્નો ઉકેલવાની ખાત્રી આપી હતી. આ પ્રસંગે સમગ્ર ગામ ઉમટી પડયુ હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.