
અરવલ્લી જિલ્લામાં ફરી દીપડાનો આતંક : લોકોમાં ભય ફેલાયો
અરવલ્લી જીલ્લાની ગિરિમાળાઓમાં વસવાટ કરતા દીપડાઓ હવે માનવ વસવાટ તરફ વળતા ગ્રામ્ય વિસ્તારોમાં ફફડાટ જાેવા મળી રહ્યો છે. મેઘરજ તાલુકાના ડુંગરની તળેટીમાં આવેલા બેડજ ગામની આજુબાજુ દીપડાના આતંકથી ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે છેલ્લા કેટલાક દિવસથી દીપડો પશુઓને શિકાર બનાવતા પશુપાલકો ચિંતિત બન્યા છે બેડજ નજીક જંગલમાં વિહાર કરતા દીપડાને પાંજરે પુરવા મેઘરજ વનવિભાગ તંત્રએ મારણ સાથે પાંજરૂ મૂકી કવાયત હાથધરી છે દીપડાને ઝડપથી પાંજરે પુરવામાં આવેની લોકમાંગ પ્રબળ બની છે. મેઘરજ નજીક બેડજ ગામમાં દીપડાએ બે પશુઓનું મારણ કરતા ગામલોકોમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે. સાંજ પડતાની સાથે નાના બાળકો અને મહિલાઓ ઘરની બહાર નીકાળવામાં ડર અનુભવી રહ્યા હોવાથી રાત્રીના સુમારે સ્વયંભૂ કર્ફ્યુ જેવો માહોલ જાેવા મળી રહ્યો છે. બેડજના ગ્રામજનોના જણાવ્યા અનુસાર, બેડજ સહીત આજુબાજુના વિસ્તારોમાં ખૂંખાર દીપડો છેલ્લા કેટલાક સમયથી આતંક મચાવી એકલ દોકલ પશુઓનું મારણ કરી રહ્યો છે લોકો ઘરની બહાર નીકાળવામાં અને ખેડૂતો રાત્રે ખેતીનું રખોપુ કરવા જતા પણ ગભરાઈ રહ્યા છે વનવિભાગ તંત્ર દ્વારા સત્વરે દીપડાને પાંજરે પુરવામા આવેની માંગ કરી હતી.
મેઘરજ વન વિભાગના ફોરેસ્ટર એન.એ.પરમારના જણાવ્યા અનુસાર, બેડજના જંગલ વિસ્તારમાં દીપડાના આંટાફેરા કરી પંદર દિવસમાં બે પશુઓનું મારણ કરેલ હોય ગામલોકોની માંગણી મુજબ આજે દીપડાને પકડવા પાંજરું મૂકી આગળની તજવીજ હાથધરી છે જે લોકોના પશુઓનું મારણ કરેલ છે તેમને સહાય મળે તે માટે જરૂરી કાર્યવાહી હાથધરી નાના બાળકોને જંગલમાં ન મોકલવા અને ઘરની અંદર ઉંઘાડવા અને નાના-નાના પશુઓને ઘરમાં બાંધવા જાગૃત કરવામાં આવ્યા છે અને વન તંત્રની ટીમ દિવસ-રાત પેટ્રોલિંગ કરી દીપડાને ઝડપથી પાંજરે પુરાવામાં આવશેનું ભાર પૂર્વક જણાવ્યું હતું.