પાલનપુર પાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ સામે તવાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

સરકાર દ્વારા ૨૦ માઇક્રોનથી પાતળા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાયો છે. ત્યારે પાલનપુરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ કરનારાઓ સામે લાલ આંખ કરતા ૨૦ કિલો પ્લાસ્ટિક જપ્ત કરી રૂ.૫૦૦૦નો દંડ વસુલ કરાયો હતો. જોકે, પાલિકાની કાર્યવાહી સામે વડલીવાળા
પરામાં કેટલાક લોકોએ વિરોધ દર્શાવતા હોબાળો કરતા પોલીસે દોડી આવી મામલો થાળે પાડ્યો હતો. પાલનપુરમાં છેલ્લા ઘણા સમયથી સફાઈ ઝુંબેશ તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીનો વપરાશ કરતા લોકો સામે નગરપાલિકાએ લાલ આંખ કરતા ફફડાટ વ્યાપી ગયેલ છે. પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં જે કોઈ ઈસમ કે દુકાનદાર પોતાની મિલકત આગળ કચરો ભેગો કરેલ હોય અથવા પ્રતિબંધિત પ્લાસ્ટિક ની થેલીનો ઉપયોગ કરતો હોય તેવા ઈસમો સામે દંડકીય રકમ વસૂલ કરવા અલગ- અલગ ટીમો બનાવી હતી. જે કામગીરી દરમિયાન સ્થળ ઉપરથી ૨૦ કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ છે. તેમજ સ્થળ ઉપરથી રૂપિયા ૫૦૦૦ નો દંડ વસૂલ કરવામાં આવેલ છે. જોકે, શહેરના વડલીવાળા પરામાં પાલિકાની ટીમને લોકોના રોષનો ભોગ બનવું પડ્યું હતું. લારી-ગલ્લાવાળાઓએ નાના વેપારીઓને હેરાન કરવાને બદલે પ્લાસ્ટિક વેંચતા વિક્રેતાઓ પર પગલાં ભરવાની માંગ કરી હોબાળો કરી વિરોધ જતાવ્યો હતો. જોકે, પોલીસે દોડી આવી માંડ મામલો થાળે પાડ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.